‘મેડમ અને સર માનસિક ટોર્ચર દીધે રાખે છે’ વિડીયો બનાવી અંતિમ પગલું ભર્યું
મૃતકના પિતાએ મરવા મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવતા ઉુજઙએ તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉપલેટા (ડુમિયાણી)માં આવેલ આઈટીઆઈના સર અને મેડમના ટોર્ચરીંગથી વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. મેડમ અને સર માનસિક ટોર્ચર દિધે રાખે છે, હું જે પણ આ કરુ છુ, એ મેડમ અને સરના લીધે જ કરું છુ એને સજા મળવી જોઈએ, કહીં ઉપલેટાના 19 વર્ષીય યુવાને વિડીયો બનાવી અંતિમ પગલું ભરી લીધું હતું બનાવ અંગે પોલીસે મરવા મજબુર કરવા અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે ઉપલેટામાં વણકરવાસમાં રહેતાં રાજેશભાઈ મનજીભાઈ ભાસ્કર ઉ.40એ ઉપલેટા આઈટીઆઈના મેડમ અને સર સામે ઉપલેટા પોલીસમાં મરવા મજબુર કરવા સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે મજુરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે દિકરા છે જેમા સૌથી મોટો દિકરો કુલદીપ જે મજુરી કામ કરે છે અને તેનાથી નાનો ધાર્મીક હતો જે ડુમીયાણી ખાતે આવેલ આઇ.ટી.આઇ.માં વાયરમેનનો કોર્ષ કરતો હતો છેલ્લા આઠેક માસથી નાનો દિકરો ધાર્મિક આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરવા જતો હતો અને તા.05/02ના રોજ ધાર્મિકે પોતાની જાતે અમારા ઘરે ઉપરના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
- Advertisement -
જે અંગે ઉપલેટા પોલીસ મથકમાં નોંધ થયેલ હતી ત્યારબાદ દિકરાના મોબાઇલમાં તપાસ કરતા ધાર્મીકે જ્યારે ગળાફાંસો ખાધેલ તે પહેલા વિડીયો તથા ફોટા પાડેલ હતા. વિડીયોમા તેણે જણાવેલ કે હું ભાસ્કર ધાર્મિક ઉપલેટા આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરું છું, અને મારા મેડમ અને સર માનસિક ટોર્ચર દિધે રાખે છે, હું જે પણ આ કરું છું, એ મેડમ અને સરના લીધે જ કરું છું એને સજા મળવી જોઈએ, તેવો વિડીયો મળી આવેલ હતો તેમના દિકરા ધાર્મિકે અગાઉ જાણ કરેલ કે, અમારા મેડમ અને સર મને માનસીક ટોર્ચર કર્યા રાખે છે, જેથી તેઓ દિકરાને સમજાવતા કે, આપડે અભ્યાસમાં ધ્યાન આપવાનું હોય જેથી આ અંગે કોઇને ફરીયાદ કરેલ ન હતી.
ધાર્મીકના મેડમ તથા સરનું માનસિક ટોર્ચર સહન ન થતા ફરીયાદીનો દિકરો પોતાની જાતે ઘરે ગળેફાંસો ખાઇ મરણ ગયેલ હતો. જેથી તેઓના દિકરા ધાર્મિકને મરવા મજબુર કરનાર તેમના ઉપલેટા (ડુમીયાણી) આઇ.ટી.આઈ.ના સર અને મેડમ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે ગુનો નોંધી એસસી એસટી સેલ ડીવાયએસપી શ્રીજીતા પટેલ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો.