ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં સૈનિકો સાથે મુલાકાત કરી. બેન્જામિન નેતન્યાહૂ પ્રથમ એવા પ્રધાનમંત્રી છે, જેમણે સૈનિકો સાથે મુલાકાત કરી છે અને સૈનિકોને પ્રોત્સાહન આપ્યું હતું.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં 4 દિવસનો વિરામ આપવામાં આવ્યો છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં સૈનિકો સાથે મુલાકાત કરી. બેન્જામિન નેતન્યાહૂ પ્રથમ એવા પ્રધાનમંત્રી છે, જેમણે સૈનિકો સાથે મુલાકાત કરી છે અને સૈનિકોને પ્રોત્સાહન આપ્યું હતું. નેતન્યાહૂએ કમાન્ડરો અને સૈનિકો પાસેથી સુરક્ષાની માહિતી મેળવીને સુરંગની મુલાકાત લીધી હતી.
- Advertisement -
היום בסיור בעזה: נמשיך עד הסוף – עד לניצחון. pic.twitter.com/e2aEA7Gfa4
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) November 26, 2023
- Advertisement -
સૈનિકો સાથે મુલાકાત દરમિયાન નેતન્યાહૂએ હેલ્મેટ અને બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું કે, ‘અમને કોઈ રોકી નહીં શકે. યુદ્ધના તમામ લક્ષ્યો મેળવીશું. બંધકોને પરત લાવવા માટે તમામ કોશિશ કરીશું. યુદ્ધના ત્રણ લક્ષ્ય છે, તમામ બંધકોની વાપસી, હમાસનો ખાત્મો અને ગાઝા ઈઝરાયલ માટે ફરીથી ખતરો ના બને તેની સુનિશ્ચિતતા. અમને કોઈ રોકી નહીં શકે. અમારી પાસે તાકાત છે અને લક્ષ્યાંક જરૂરથી મેળવીશું.’
ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં 1,200થી વધુ ઈઝરાયલના નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, હમાસ શાસિત ગાઝામાં 13,300થી વધુ પેલેસ્ટાઈનીઓએ જીવ ગુમાવ્યો છે. હમાસે રવિવારે જાહેરાત કરી હતી કે, ટોપ કમાન્ડર અહમદ અલ-ઘંડોરનું મૃત્યુ થયું છે. અહમદ અલ-ઘંડોર ઉત્તરી ગાઝાનો પ્રભારી હતો. હમાસે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો અને 240 ઈઝરાયલી નાગરિકોને બંધક બનાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 50 લોકોને મુક્ત કરાવવા માટે ડીલ કરવામાં આવી છે. બંધકોને મુક્ત કરવાના બદલામાં ઈઝરાયલ 4 દિવસ યુદ્ધવિરામ કરશે.