મગફળી મામલે ધારાસભ્ય લાડાણી V/S દિલીપ સંઘાણી
માણાવદર ટેકાના ભાવે મગફળીમાં કૌભાંડ: અરવિંદ લાડાણી
એક પણ જગ્યાએ ખરીદીમાં કૌભાંડ થયું નથી: દિલીપ સંઘાણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્રો શરુ થયા બાદ મગફળી કૌભાંડ થયાની આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે પેહલા માંગરોળમાં મગફળી કૌભાંડ થયાના આક્ષેપ થયા બાદ હવે ખુદ માણાવદર ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદર મગફળી કેન્દ્રમાં બારદાન ન હોવાના ઈસરો કરી કૌભાંડ થયાનું આડકતરી રીતે ગુજકો માસોલ સામે આંગળી ચીંધતા ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે જેમાં ધારાસભ્ય લાડાણી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી આમને સામાને આવી ગયા છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે. ટેકાના ભાવની મગફળીની ખરીદીએ ભાજપમાં અંદરો-અંદરનો જુથવાદ ખુલ્લો પાડી દીધો છે. માણાવદર ભાજપના ધારાસભ્યએ આક્ષેપ કર્યા બાદ સામે પક્ષે ભાજપના જ પીઢ અગ્રણી દિલીપ સંઘાણીએ ફેરવી તોળ્યુ હતુ અને ભષ્ટ્રાચારનો અહીં પરંતુ બારદાનની અવ્યવસ્થાનો મુદ્દો હોવાનું કહી ઉમેર્યુ કે, તેમ છતા પણ દાવો કરવો હોય તો ભલે કરી દે. આમ, એકબીજાના સામ સામે વાકબાણ શરૂ થઇ ગયા છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મિડીયા સમક્ષ જાહેર કર્યુ હતુ કે, ગુજકોમાસોલના અધિકારીઓ જૂનાગઢ જિલ્લામાં ભયંકર ભ્રષ્ટાચાર કરી કિન્નાખોરી રાખે છે.
ગુથજકોમાસોલના સુથાર અને ગ્રેડર પોતાનું ધાર્યુ કરે છે. નબળી મગફળી ખરીદી કરવા પૈસા માંગે છે. નરેન્દ્રસિંહ પરમાર તોછડાઇ કરે છે અને ખોટા ફોન કરાવતા હોવાનો આક્ષેપ કરી અમે અમારૂ ધાર્યુ જ કરશુ, તેવુ કહ્યુ હોવાનો ધારાસભ્ય દાવો કર્યો હતો. તેમણે તેની સામે સખત પગલા ભરવાની પણ માંગ કરી હતી. આ સમગ્ર મામલે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા બાદ માણાવદરના ધારાસભ્યએ ફેરવી તોળ્યુ છે અને હવે તેમણે કહ્યુ છે કે નરેન્દ્રભાઇ સામે મેં કોઇ નાણાકીય ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો નથી, બારદાનની અવ્યવસથાનો મુદ્દો છે છતા પણ તેમણે દાવો કરવો હોય તો લોકશાહી છે- તે ભલે કરી દે અને દિલીપ સંઘાણી ગુજકોમસોલના જવાબદાર વ્યક્તિ છે તેમણે મંજૂરી આપવી હોય તો તે ભલે આપે અમારો પ્રશ્ર્ન માત્ર એટલો જ છે કે, 1,3,4 નંબરની મંડળીને બારદાર આપી દે એટલે મુદ્દો પુરો થઇ જાય તેમ છે આમ ભાજપના જ આગેવાનો સામસામે થઇ ગયા છે. બીજી તરફ આ સમગ્ર મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યુ છે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરત અમીપરાએ આ મુદ્દે આક્ષેપ કર્યો છે કે ગુજકોમાસોલએ પણ ભાજપ પ્રેરિત સંસ્થા છે જે મંડળીઓ ખરીદી કરે છે તે પણ ભાજપ પ્રેરિત છે, માત્ર ખેડૂતોને હેરાન કરવા અને પોતાના અંદરો-અંદરના વાંધાોના વેર વાળવા માટે ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરતા મામલો વધુ ગરમાયો છે.
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીનો દાવો
આ અંગે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ રાજકોટ ખાતેથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ને જણાવ્યુ હતુ કે, ખરીદીમાં એક પણ કેન્દ્રમાંથી ફરિયાદ મળી નથી અને હું આ બાબતે ડે ટુ ડે રિપોર્ટની પણ ચકાસણી કરૂ છું. ત્યારે ધારાસભ્ય લાડાણી અને ગુજકોમાસોલ ચેરમેન આમને સામને આવી ગયા છે.
ગુજકોમાસોલના ચેરમેનની પરવાનગી લઇને દાવો કરાશે
માણાવદરમાં મગફળી કૌભાંડ થયાનું ધારાસભ્ય અવિંદ લાડાણીએ ગુજકોમાસોલ સામે આક્ષેપ કરતા ગુજકોમાસોલના એચ.આર. નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતે કે, મારી પર જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે તેના માટે મે ચેરમેન પાસેથી પરવાનગી લઇને માનહાનીનો દાવો કરાશે.