પ્રધાનમંત્રીના આગમન પૂર્વે ચોતરફ પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.01
- Advertisement -
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે.જે અનુસંધાને જુનાગઢ શહેરમાં આવેલ વિવિધ હોટલ, ગેસ્ટ હાઉસો વગેરેનું સઘન ચેકીંગ જુનાગઢ એસ.ઓ.જી. તથા બી.ડી.ડી.એસ.ની અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના આગમન પૂર્વે પોલીસ દ્વારા સઘન ચેકીંગ તેજ કરવામાં આવ્યું છે જેમાં એસઓજી પીઆઇ પી.કે.ચાવડા તથા પીએસઆઇ એસ.એ.સોલંકી સાથે પોલીસ સ્ટાફ અને બી.ડી.ડી.એસ.ની જુદી જુદી ટીમો બનાવી શહેરની અલગ અલગ હોટલ અને ગેસ્ટ હાઉસ, રોસોર્ટ સહીતની જગ્યા પર ચેકીંગ હાથ ધરાયુ હતું
જેમાં હોટલ સંચાલકોને સૂચના આપવામાં આવી હતી જેમાં કોઈપણ વ્યક્તિને રૂમ ભાડે આપે તો તેની એન્ટ્રી ઓનલાઇન કરવાની રહેશે તેની સાથે હોટલના સીસીટીવી સહીત રજીસ્ટરનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું