શસ્ત્ર – સરંજામ ઉત્પાદનમાં ભારતનુ વધતુ કદ
હિન્દુસ્તાન એરોનોટીકસ, ભારત ઈલેકટ્રોનિકસ તથા મઝગાંવ ડોકનો સમાવેશ : 2023માં 6.74 અબજ ડોલરનો સૈન્ય સરંજામ વેચ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
શસ્ત્ર ઉત્પાદન વેચાણ તથા સૈન્ય સેવાની વિશ્વની ટોચની 100 કંપનીઓમાં ત્રણ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો છે. આ ત્રણ કંપનીઓનુ 2023માં વાર્ષિક શસ્ત્ર વેચાણ 5.8 ટકા વધીને 6.74 અબજ ડોલરે પહોંચ્યુ હતું.
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટીટયુટના રિપોર્ટ પ્રમાણે હિન્દુસ્તાન એરોનેટીકસ, ભારત ઈલેકટ્રોનીકસ તથા મઝગાવ ડો. શીપબિલ્ડર્સના સૈન્ય ક્ષેત્રની વિશ્વની ટોપ-100 કંપનીઓમાં સમાવેશ થાય છે. આ ત્રણેય કંપનીઓ ભારતની સંરક્ષણ ક્ષેત્રમાં સરકારી કંપની છે.બેંગ્લોરમાં વધુ મથક ધરાવતી એરોસ્પેસ-સંરક્ષણ ક્ષેત્રની કંપની, હિન્દુસ્તાન એરોનોટીકસને લીસ્ટમાં 43મુ સ્થાન મળ્યુ છે. કંપનીની આવક 2023માં 6.9 ટકા વધીને 3.71 અબજ ડોલરની થઈ હતી. બે વર્ષથી કંપનીના ક્રમમાં કોઈ બદલાવ થયો નથી.આ જ રીતે બેંગ્લોરમાં જ હેડકવાર્ટર ધરાવતી ભારત ઈલેકટ્રોનીકસનું લશ્કરી વેચાણ 1.94 અબજ ડોલર થયુ છે. ટોપ 100 લીસ્ટમાં જો કે, તેનુ સ્થાન 65માંથી 67મુ થયુ છે. મુંબઈ સ્થિત મઝગાંવ ક્ષેત્રની 2023ની આવક 12.4 ટકા વધીને 1.19 અબજ ડોલર થઈ છે. કંપની લીસ્ટમાં 96માંથી 94માં ક્રમે આવી ગઈ છે.રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, દુનિયામાં જુદા-જુદા દેશો વચ્ચે યુદ્ધ તથા ભૌગોલિક ટેન્શનને કારણે મોટાભાગની કંપનીઓના શસ્ત્ર વેચાણમાં વધારો થયો છે. આ તમામ 100 કંપનીઓનુ શસ્ત્ર વેચાણ 632 અબજ ડોલર થયુ છે જે 2022ની સરખામણીએ 4.2 ટકાનો વધારો સુચવે છે.દુનિયાના તમામ ક્ષેત્રોમાં શસ્ત્રોની ખરીદી વેચાણમાં વધારો માલુમ પડયો છે. સૌથી મોટો વધારો રશિયા તથા મધ્યપુર્વ દેશની કંપનીઓમાં છે. શસ્ત્રો-સૈન્ય સેવાની વધતી ડીમાંડને પગલે અનેક કંપનીઓએ ઉત્પાદન લાઈન પણ વધારી દીધી હતી.ગાઝા-યુક્રેન યુદ્ધને કારણે નાના હથિયારોનુ ઉત્પાદન કરતી કંપનીઓને મોટો લાભ થયો હતો અને તેમની કમાણીમાં મોટો વધારો થયો હતો. આ કંપનીઓએ ભવિષ્યમાં પણ ડીમાંડ જારી રહેવાની ગણતરીએ મોટાપાયે ભરતી પણ કરી હતી.દુનિયાની ટોપ ફાઈવ શસ્ત્ર ઉત્પાદન કંપનીઓ અમેરિકાની હતી એટલું જ નહી 100માંથી 41 કંપની અમેરિકાની હતી અને તેનુ કુલ સંયુક્ત વેચાણ 317 અબજ ડોલર નોંધાયુ હતું.