મૈને છોટે છોટે બોમ્બ છુપાયે હૈ! 30000 ડોલર દો વરના વિસ્ફોટ કર દુંગા
બે માસ બાદ ફરી શાળાઓ ભયના ઓથાર હેઠળ: તમામને એક સરખા ઈ-મેલ મળ્યા: ખંડણી મંગાઈ: દિલ્હી પોલીસની બોમ્બ વિરોધી સ્કવોડ દ્વારા તલાશી: બાળકોને સલામત કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
દેશમાં એરલાઈનથી હોટલો અને અન્ય મહત્વના સ્થળો પર બોમ્બ રખાયા હોવાની ધમકીઓના દૌટ બાદ ફરી એક વખત પાટનગર દિલ્હીમાં શાળાઓમાં બોમ્બ રખાયા હોવાના ધમકીભર્યા ઈ-મેલમાં આજે દિલ્હી પબ્લીક સ્કુલ સહિતના નામાંકીત ગણાતી 40 જેટલી શાળાઓમાં બોમ્બની ધમકી મળતા જ જબરો હડકંપ મચી ગયો હતો.તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવીને બાળકોને પરત મોકલી દેવાયા બાદ દિલ્હી પોલીસની બોમ્બ નાશક ટુકડીમાં ધમકી મળી છે તે એક એક શાળા ઈમારતોની તલાશી લઈ રહી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ પુર્વ અને પશ્ર્ચિમ બિહારની 40 જેટલી શાળાઓને વહેલી સવારે એક સમાન ઈ-મેલમાં શાળા ઈમારતોએ બોમ્બ હોવાની ધમકી આપી હતી.
આ શાળાઓમાં આર.કે.પુરમની દિલ્હી પબ્લીક સ્કુલ, જી.ડી.ગોયન્કા પબ્લીક સ્કુલ, મધર ડેરી સ્કુલ, બ્રિટીશ સ્કુલ, સલવાન પબ્લીક સ્કુલ સહિતની સ્કુલોમાં આ ધમકી મળી હતી. જેના પગલે સ્કુલ સતાવાળાઓએ તુર્તજ બાળકોને શાળા વર્ગની બહાર લઈ જઈને સલામત કર્યા હતા અને વાલીઓને ફોન કરીને બાળકોને લઈ જવા જણાવાયુ હતું.તમામ શાળાઓને લગભગ એક સમાન ઈ-મેલમાં ધમકી આપનારે જણાવ્યુ હતું કે એ શાળા-ઈમારતની અંદર અનેક બોમ્બ રાખ્યા છે અને તે નાના બોમ્બ ખૂબજ સારી રીતે છુપાવીને રાખવામાં આવ્યા છે જેથી ઈમારતને વધુ નુકસાન થશે નહી પરંતુ બોમ્બ ફાટવાથી અનેક લોકો ઘાયલ જરૂર થઈ જશે. જો મને 30000 ડોલર આપવામાં નહી આવે તો હું બોમ્બ વિસ્ફોટ કરી આપીશ. અગાઉ પણ દિલ્હી સ્કુલોને બોમ્બની ધમકી મળી છે.બોમ્બની ધમકી આપનારે તેના ઈ-મેલમાં શાળા ઈમારતની અંદર બોમ્બ ગોઠવ્યા હોવાની ધમકીમાં જણાવ્યું હતું કે ઈમારતને બહું નુકશાન થશે નહી પણ તમો બધા પિડા અનુભવશો અને વેગ ગુમાવશો. આ ધમકી માટે E2=80=9CKNR>=E2=80=9D જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -
દિલ્હીમાં બે બોમ્બ વિસ્ફોટની તપાસમાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી
પાટનગર અને તેના આસપાસના ક્ષેત્રોમાં હાલમાંજ જે રીતે ઓછી તીવ્રતાવાળા વિસ્ફોટ થયા છે તેમાં પોલીસ તપાસમાં હજુ કોઈ સફળતા મળી નથી. પ્રશાંત વિહારમાં એક મીઠાઈની દુકાન પાસે થયેલા વિસ્ફોટ મધ્યમ તિવ્રતાનો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ થયા હતા. તો આ જ ક્ષેત્રમાં સીઆરપીએફ સ્કુલની દિવાલ પાસે જ જોરદાર વિસ્ફોટ થયા હતા પણ બંને ઘટનામાં કોઈ આરોપીને ઝડપી શકયા નથી. પોલીસને મીઠાઈની દુકાન પાસેના વિસ્ફોટમાં ટાઈમર, ડિટોનર્સ, બેટરી, ઘડીયાળ મળ્યા હતા તથા વિસ્ફોટમાં નાઈટ્રેટ અને હાઈડ્રોજન પેરાકલાઈડ કેમીકલનો ઉપયોગ થયો હતો.