વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી જીત સાથે શ્રીગણેશ કર્યા છે. પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી.
વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી જીત સાથે શ્રીગણેશ કર્યા છે. પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. પરંતુ આ નિર્ણય ઓસ્ટ્રેલિયા માટે ખરાબ સાબિત થયો હતો. ભારતીય સ્પીનરો સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ખાસ કમાલ કરી શક્યા ન હતા અને આખી ટીમ 199 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ ભારતે 4 વિકેટ ગુમાવીને પૂરો કર્યો હતો. ભારતની ખરાબ શરૂઆત પછી વિરાટ કોહલી અને કે.એલ.રાહુલે ભારતની બાગડોળ સંભાળી હતી.
- Advertisement -
KL Rahul finishes off the chase with a MAXIMUM! 😎
He remains unbeaten on 97* & #TeamIndia start #CWC23 with a superb win against Australia 🙌
Scorecard ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/rZRXGei1QN
- Advertisement -
— BCCI (@BCCI) October 8, 2023
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનના ટાર્ગેટ માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને પલટાવી નાખી હતી. કોહલીએ 116 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રાહુલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે હાર્દિક પંડ્યા 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.
A match-winning partnership followed by a warm hug 🤗
Well played, KL Rahul & Virat Kohli 👏#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/aVdbkVHekz
— BCCI (@BCCI) October 8, 2023
ઓસ્ટ્રેલિયા તરફથી સ્મીથે 46 રન જ્યારે વોર્નરે 41 રનનું યોગદાન આપ્યું હતું. આ બે બેટ્સમેન સિવાય કોઈ ખેલાડી ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા. ભારત તરફથી જાડેજાએ 3 વિકેટ, કુલદિપ યાદવ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ અને સિહાજ, હાર્દિક પંડ્યા અને અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.