ચીનને નિકાસ કરવામાં આવતી કુલ 161 વસ્તુઓમાંથી લગભગ 90 મુખ્ય ઉત્પાદનોની નિકાસ ગત વર્ષે વધી છે તેમાં દુર સંચાર ઉપકરણ અને ઇલેકટ્રોનિક્સ સ્પેરપાર્ટસ સામેલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
- Advertisement -
વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતથી ચીનમાં નિકાસ થતાં 90 મુખ્ય ઉત્પાદનોની નિકાસ વધી છે. હાલ આ 90 ઉત્પાદનોની ભાગીદારી 67.7 ટકા છે. જો કે બાકી 32.3 ટકા ભાગીદારીવાળી 71 વસ્તુઓના નિકાસમાં ઘટાડો આવ્યો છે. ચીનને નિકાસ કરવામાં આવતી કુલ 161 વસ્તુઓમાંથી લગભગ 90 મુખ્ય ઉત્પાદનોની નિકાસ ગત વર્ષે વધી છે તેમાં દુર સંચાર ઉપકરણ અને ઇલેકટ્રોનિક્સ સ્પેરપાર્ટસ સામેલ છે.
ભારતની ચીનને દુર સંચાર ઉપકરણોની નિકાસ વર્ષ 2026માં 46.45 ટકા વધીને 24.75 કરોડ ડોલરે પહોંચી છે.ઇલેકટ્રોનિક ઉપકરણોની નિકાસ 6.75 ટકા વધીને 15.65 કરોડ ડોલરે પહોંચી છે. ભારતની ચીનને નિકાસ ચાર કમોડીટી સ્તરોમાં ગત વર્ષે 10 કરોડ ડોલરથી વધુ વધી છે.
ચાલુ નાણાકીય વર્ષે એપ્રિલ-નવેમ્બરમાં ઘઉંની નિકાસ 29.29 ટકા વધીને 1.50 અબજ ડોલરે પહોંચી હતી, જે ગયા વર્ષે સમાન ગાળામાં 1.17 અબજ ડોલર હતી, એમ વેપાર મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી. જોકે સરકારે મેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પણ વિનંતી કરવાવાળા દેશોને ખાદ્ય સુરક્ષા જરૂરતોને પૂરી કરવા થોડી નિકાસ કરવાની મંજૂરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બાસમતી ચોખાની નિકાસ એપ્રિલ-નવેમ્બર 2022માં 39.26 ટકા વધીને 2.87 અબજ ડોલર થઈ ગઈ છે, જ્યારે એ સમયગાળામાં બિનબાસમતી ચોખાની નિકાસ પાંચ ટકાની વધીને 4.2 અબજ ડોલર રહી છે. ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિનામાં ઘઉંની નિકાસ 29.29 ટકા વધીને 150.08 કરોડ ડોલર થઈ હતી, જે એપ્રિલ-નવેમ્બર, 2021માં 116.6 કરોડ ડોલર રહી હતી. ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિનાઓમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસ 16 ટકા વધીને 17.43 અબજ ડોલર થઈ ગઈ છે.
- Advertisement -
મંત્રાલયે જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ માટે 23.56 અબજ ડોલરની નિકાસનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે અને ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિનાઓમાં 17.435 અબજ ડોલરની નિકાસ પહેલેથી હાંસલ થઈ ચૂકી છે. અમેરિકા જેવા પોતાના મોટા નિકાસ બજારોમાં પ્રવર્તમાન કેટલાંક પડકારો વચ્ચે પણ ભારતે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વોલ્યુમ (જથ્થા) અને મૂલ્ય (અમેરિકન ડોલર અને ભારતીય રૂપિયા બંનેમાં) એમ બંને દ્રષ્ટિએ સીફૂડની અત્યાર સુધીની સૌથી વધુ નિકાસ હાંસલ કરી હતી. સમીક્ષાનાં વર્ષ દરમિયાન ભારતે રૂ. 63,969.14 કરોડ (8.09 અબજ ડોલર)નું મૂલ્ય ધરાવતાં 17,35,286 એમટી સીફૂડની નિકાસ કરી હતી. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન નિકાસમાં જથ્થાની દ્રષ્ટિએ 26.73 ટકા સુધીનો, રૂપિયાની દ્રષ્ટિએ 11.08 ટકાનો, અમેરિકન ડોલરની દ્રષ્ટિએ 4.31 ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ષ 2021-22માં ભારતે રૂ. 57,586.48 કરોડ (7,759.58 મિલિયન ડોલર)નું મૂલ્ય ધરાવતા 13,69,264 એમટી સીફૂડની નિકાસ કરી હતી.
જ્યારે જથ્થા અને મૂલ્ય એમ બંને દ્રષ્ટિએ સીફૂડ નિકાસની મુખ્ય ચીજવસ્તુઓમાં ફ્રોઝન ઝીંગા માછલીનું સ્થાન ટોચનું જળવાઈ રહ્યું છે, ત્યારે ભારતીય સીફૂડનાં મુખ્ય આયતકાર દેશો તરીકે અમેરિકા અને ચીન હતાં. ફ્રોઝન ઝીંગા માછલીએ રૂ. 43,135.58 કરોડ (5481.63 મિલિયન ડોલર)ની નિકાસ સાથે સીફૂડ નિકાસની તમામ ચીજવસ્તુઓમાં સૌથી મહત્વપૂર્ણ ચીજવસ્તુ તરીકે સ્થાન જાળવી રાખ્યું હતું, જેનો કુલ નિકાસમાં જથ્થાની દ્રષ્ટિએ હિસ્સો 40.98 ટકા અને અમેરિકન ડોલરમાં કુલ આવકમાં હિસ્સો 67.72 ટકા હતો. સમીક્ષાનાં ગાળા દરમિયાન ઝીંગા માછલીની નિકાસ રૂપીનાં મૂલ્યમાં 1.01 ટકા વધી હતી.