દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સ્વસ્થ અને નિરોગી રહે, પરંતુ ક્યારેક પોતાની બેદરકારીના કારણે વ્યક્તિને જીવનમાં રોગનો ભોગ બનવું પડે છે. કહેવાય છે ને કે ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ હવે આપણે વાત કરીશું કાન, નાક, ગળાના રોગના ચિન્હો, સમસ્યા, નિદાન અને તકેદારીની. આ અંગે ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન વિદ્યાનગર મેઈન રોડ ખાતે આવેલી કાન, નાક, ગળાની હોસ્પિટલના ઊગઝ સર્જન ડો. હિમાંશુ ઠક્કરે કાન, નાક, ગળાની સમસ્યાની તકેદારી કેમ રાખવી એ બાબતે સૂચનો આપ્યા છે.
ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે છેલ્લાં ઘણા સમયથી કાન, નાક અને ગળાની સમસ્યાઓ વધતી જાય છે. બીજા રોગોની સરખામણીએ લોકો કાન, નાક અને ગળાના રોગોને અવગણતા હોય છે. મોટેભાગે લોકો કાનમાં થતાં દુ:ખાવાનું કારણ જાણ્યા વિના જ ઘરમાં પડેલા ટીપાં કે મેડિકલ સ્ટોરમાંથી ટીપાં ખરીદીને કાનમાં નાખતા હોય છે પરંતુ આના બદલે કાનના નિષ્ણાંત ડોકટર પાસે જઈને નિદાન કરાવવું વધુ હિતાવહ રહે છે.
- Advertisement -
ખાસ કરીને નાક અને સાયનસના રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સાયનસના ઈન્ફેકશન વખતે દર્દીને માથાનો દુ:ખાવો થવો, નાકમાંથી ઘટ્ટ પ્રવાહી કે કફ નીકળવો, નાકમાં મસા થવા વગેરે ચિન્હો જોવા મળે છે. સાયનસની સમસ્યા આંખ અને મગજ સાથે જોડાયેલી છે એટલે આ સમસ્યાઓ અવગણવાથી ઘણી વખત આંખ અને મગજ સુધી પણ અસર થઈ શકે. સાયનસની સમસ્યા શરદીના રોગોને અવગણવાથી વધારે થતી હોય છે. નાકસુર એટલે કે આંખમાંથી સતત પાણી નીકળતું હોય તે સમયે ઓપરેશન કરી તે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે. ઘણી વખત આંખ આવવી એમ ગણીને લોકો સમસ્યાના ઉપાયો કરતા હોય છે પરંતુ નાકસુરની સમસ્યામાં લાંબા સમયથી આંખમાં ચીપડા વળતા હોય અને તે ઘણી વખત દવાથી ન મટે તો ઓપરેશન કરવામાં આવે છે.
2થી 8 વર્ષના બાળકોમાં કાકડાની સમસ્યા શા માટે વધુ જોવા મળે છે?
ખાસ કરીને 2થી 8 વર્ષના બાળકોમાં કાકડાની સમસ્યા વધારે જોવા મળતી હોય છે. બાળકને વારંવાર ગળાનું ઈન્ફેકશન થાય, વારંવાર એન્ટીબાયોટિકના કોર્સ કરવા પડતા હોય, દર બે-ત્રણ મહિને ઈન્ફેકશન થાય તો આવા કિસ્સામાં કાકડાનું ઓપરેશન કરવાથી બાળકને ઘણી રાહત મળે છે. બાળકોમાં નાકમાં થતા મસા એટલે તાળવામાં થતા મસા દરમિયાન ઈન્ફેક્શનમાં બાળક નાકેથી શ્ર્વાસ લેવાના બદલે મોઢેથી શ્ર્વાસ લે છે. આમ જ્યારે બાળક લાંબા સમય સુધી મોઢુ ખુલ્લુ રાખીને શ્ર્વાસ લે તો બાળકોમાં મોઢુ સુકુ રહેવું, પૂરતી ઉંઘ ન થવી, ભણવામાં પાછળ પડવું, બાળકને નાની ઉંમરમાં બહેરાશ આવવી વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. આવા સમયે બાળકની નિષ્ણાંત ડોકટર પાસે તપાસ કરાવીને તેનું નિદાન કરાવવું જોઈએ.
- Advertisement -
ટી.વી. અને મોબાઈલના ઉપયોગથી બાળકને આંખમાંથી પાણી નીકળવું, દ્રષ્ટિ નબળી પડવી તેમજ યાદશક્તિ નબળી પડવાની સમસ્યા સર્જાય છે.
ઉનાળાની ઋતુમાં નસકોરી ફૂટવાની સમસ્યા સર્જાય તો શું કરવું?
ઉનાળાની ઋતુમાં નાકમાંથી લોહી પડવું એટલે કે નસકોરી ફૂટવાની સમસ્યા નાના બાળકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ 55થી વધુ ઉંમરના લોકોને જો વારંવાર નસકોરી ફૂટતી હોય તો તેના પાછળ હાઈ બ્લડપ્રેશર જવાબદાર હોય છે. તો આવા સંજોગોમાં નસકોરી ફૂટવાની સાથે હાઈબ્લડપ્રેશરને કંટ્રોલ કરવું જરૂરી બનતું હોય છે. ઘણા લોકોને હૃદયની સમસ્યા હોય અને તેની સાથે જો નાકમાં લોહી પડવાની સમસ્યા હોય તો આવા સમયે ઘરગથ્થુ ઉપાયમાં નાકને પ્રેશર આપી દબાવી નાકની ઉપર બરફ ઘસી શકાય, નાકને બે આંગળીથી દબાવી આગળ તરફ નમી ઊંડા શ્ર્વાસ લેવા જોઈએ. રાહત મળ્યા બાદ પણ નિષ્ણાત ડોકટરની સલાહ લઈને નિદાન કરાવવું જોઈએ અને જરૂર પડ્યે સીટી સ્કેન પણ કરાવવું જોઈએ. આમ રોગ માટેની માહિતી હશે તો જ રોગનું નિવારણ કરી શકાશે. માટે કાન, નાક અને ગળાનું રુટીન ચેકઅપ કરાવવું જોઈએ. કાન, નાક અને ગળાના રોગો વિશે અવગત થવું જોઈએ તેવું અંતમાં ઊગઝ સર્જન ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું.
વધુ પડતાં ટી.વી. અને મોબાઈલના ઉપયોગથી બાળકને કાન અને આંખની સમસ્યા સર્જાય છે.
વધુ પ્રમાણમાં મોબાઈલ અને ટી.વી.ના ઉપયોગથી બાળકોમાં કાનને લગતી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી બાળકને કાનની આજુબાજુ દુ:ખાવો તેમજ બાળકની સાંભળવાની ક્ષમતા ઘટે છે. ઘણી વખત રેડિયો ફ્રીકવન્સી વેવના કારણે બાળકોમાં બહેરાશ આવે છે. આ સિવાય વધુ પડતા ટી.વી. અને મોબાઈલના ઉપયોગથી બાળકને આંખમાંથી પાણી નીકળવું, દ્રષ્ટિ નબળી પડવી તેમજ યાદશક્તિ નબળી પડવાની સમસ્યા સર્જાય છે. ગેમ રમવી પણ ઘણી વખત નુકસાન કરે છે માટે બાળકને મોબાઈલ કે ટી.વી.ની લતથી દૂર રાખવા જોઈએ. આમ મોબાઈલના રેડિયેશન એ બાળકના શરીરની સાથેસાથે સ્વભાવને પણ હાનિ પહોંચાડે છે.
3 માર્ચે વિશ્વ હીયરિંગ ડે: કાનના રોગોને અવગણશો નહીં
ENT સર્જન ડો હિમાંશુ ઠક્કર દ્વારા માર્ગદર્શન
ખાસ-ખબર સંવાદદાતા
3 માર્ચ વિશ્વ શ્રવણ શક્તિ દિવસ એટલે આપણી મહામૂલી શ્રવણ શક્તિની સંભાળ રાજકોટના જાણીતા ઇ એન ટી સર્જન ડો હિમાંશુ ઠક્કર જણાવે છે કે કઈ રીતે બહેરાશ અટકાવી શકાય તે માટે WHO દ્વારા વર્ષ 2024 માટે THEM રાખવામાં આવી છે.CHANGING MINSET: LET’S MAKE EAR AND HEARING CARE A REALITY FOR ALL ,WHOના અંદાજ પ્રમાણે ભારત મા 63 મિલિયન લોકો બહેરાશની સમસ્યાથી પરેશાન છે.એક અંદાજ પ્રમાણે 700 મિલિયન લોકો 2050 સુધીમાં બહેરાશ ની સમસ્યા થી પ્રભાવિત થઈ શકે છે.દુનિયામાં અંદાજીત 466 મિલિયન લોકો બહેરાશથી પ્રભાવિત છે જે વિશ્વની વસ્તીના 6.1% આ સમસ્યાથી પ્રભાવિત છે.બહેરાશનું મુખ્ય કારણ ધ્વનિ પ્રદૂષણ એટલે ઘોંઘાટ છે. આજના યુગમાં નાની ઉંમર પણ બહેરાશનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે જેનું કારણ મોબાઇલનો વધારે સમય માટે ઉપયોગ ખુબજ ઊંચા અવાજ માં મ્યુઝિક અને ગીતો સાંભળવા ટ્રાફિક અને ડી જે નો અવાજ જેને NOISE INDUSE HEARING LOSS કહેવાય છે.જે કોઈ પણ વ્યક્તિના કાનને ખુબજ નુકશાન કરે છે.અંત:કણમાં અવેલા હેર સેલ્સ એટલા નાજુક હોય છે કે તે એકવાર ડેમેજ થાય તો ફરી પાછા રીપેર થતા નથી અને કાયમી બહેરાશનું કારણ બની શકે છે. ઉપરાંત કાન ના રોગો જેવાકે કાનમાંથી આવતા રસીની અવગણના અને નાના બાળકો માં પણ કાનની સંભાળનો અભાવ કાયમી શરદી, ઓરી, અછબડા , વાયરસનો ચેપ, અધૂરા મહિને જન્મેલા બાળકો,જન્મ બાદ કમળો, આંચકી, માતાના ગર્ભમાં રહેલા બાળકને ઇન્ફેક્શન વી બહેરાશ માટે કારણભૂત હોય છે. બહેરાશ ત્રણ પ્રકારની હોય છે, એટલે કાનની હાડકીની બહેરાશ તયક્ષતજ્ઞિુ ક્ષયીફિહ એટલે નસની બહેરાશ અને મિક્સ એટલે બન્ને પ્રકારની બહેરાશ. મોટી ઉંમરે નસની બહેરાશ થતી હોય છે કોઈ કોઈ દવાઓ પણ બહેરાશ નોત્રી શકે છે. કારખાનાઓમા મશીનોના વધુ પડતાં ઘોંઘાટ. ફટાકડા ના અવાજ, વિ .સમય સર નિદાનથી બહેરાશ અટકાવી શકાય છે.
કેટલાં પ્રકારની બહેરાશ હોય છે
Degree of hearing loss Hearing loss range(dB HL)
Normal- 10 to 15
Slight- 16 to 25
Mild- 26 to 40
Moderate- 41 to 55
Moderately Servere 56 to 70
Servere 71 to 90
Profound 91+
ઉપરોક્ત માહિતી ઓડિયો મેટ્રી વડે તપાસ કરતા માલુમ પડે છે. કાન માં મશીન પહેરવા થી તેનો ઉકેલ શક્ય છે.નાના બાળકો માં જન્મ જાત બહેરાશ માટે કોકલિયર ઇમ્પલાનન્ટ ઓપરેશન થી સારવાર શકય છે. જો કાન ના પડદા મા કાણા હોય તો ઓપરેશન કરી બહેરાશ નિવારી શકાય છે. મોબાઇલ અને બીજા મ્યુઝિક મયદશભયમાં સાઉન્ડ setting એ warning આવે છે કે અવાજ કાન ને નુકશાન કરી શકે છે. 70 ઉઇ ડેસિબલથી વધારે અવાજ લાંબો સમય સુધી સાંભળવા થી બહેરાશ આવી શકે છે. મોટે થી મ્યુઝિકના સાંભળવું જોઇએ. ઈયર પ્લગ અને ઈયર મફ પહેરવાથી મોટા અવાજથી બચી શકાય છે. જો બહેરાશના ચિન્હો લાગે તો ઇ એન ટી સર્જન પાસે ચેક અપ કરાવવું જોઈએ અને ઔડીયોમેટ્રિક તપાસ કરવી જોઈએ. તો આજના દિવસે ડૉ. હિમાંશુ ઠક્કર ઇ એન ટી સર્જન કે જેઓ 22 વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓ ખાસ સંદેશ આપે છે કે કુદરતે આપેલી મહામૂલી શ્રવણશક્તિની સંભાળ રાખવી જોઈએ અને જો બહેરાશ લાગે તો તેનું સમયસર નિદાન અને સારવાર કરાવવી જોઇએ. હોસ્પિટલનું સરનામું ડો ઠક્કરની દાત તથા કાન-નાક-ગળાની હોસ્પિટલ, 202 લાઈફ લાઈન બિલ્ડિંગ વિદ્યાનગર રોડ રાજકોટ મોબાઇલ નંબર 91061 19038 અને 0281 – 2483434