ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ગઇકાલે બપોર સુધી વરસાદી ઝાપટા પડ્યાં હતાં. બાદ આજે વરસાદ વિરામ લીધો છે. વરસાદનાં વિરામ વચ્ચે પણ જંગલમાંથી ઝરણાં અવિરત પણે વહી રહ્યાં છે.તેમજ સોનરખ નદીમાં પાણી વહી રહ્યું છે.જેના કારણે દામોદરકુંડમાંથી અવિરત ચોખું પાણી વહી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ 105 ટકા વરસાદ થઇ ગયો છે. જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ સારું રહ્યું છે. જિલ્લામાં શરૂઆતથી જ સારો વરસાદ થઇ રહ્યો છે. જૂનાગઢ જિલ્લાનાં તમામ ડેમ ભરાઇ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં હાલ સિઝનનો સરેરાશ 105 ટકા વરસાદ પડી ગયો છે. જૂનાગઢ શહેર અને ગિરનાર જંગલમાં જન્માષ્ટમીનાં તહેવાર પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. ગિરનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.તેની અસર હજુ પણ દેખાઇ રહી છે. ગિરનાર જંગલમાંથી વહેતી નદી અને ઝરણાંમાં તાજુ પાણી વહી રહ્યું છે. સોનરખ નદી પણ વહેતી થઇ છે. જેના કારણે દામોદરકુંડમાં ચોખુ પાણી આવી રહ્યું છે. સોનરખ નદી ઉપર આવેલા દામોદરકુંડમાં પાણી ઉપરથી જઇ રહ્યું છે. હાલ રાજ્ય અને રાજ્યબહારનાં લોકો દામોદરકુંડે સ્નાન કરવા આવી રહ્યાં છે. નિર્મળ અને વહેતું પાણી જોઇ લોકો આનંદિત થઇ રહ્યાં છે. ભાદરવી અમાસ નજીક આવી રહી છે ત્યારે હજુ ભાવીકોની સંખ્યામાં ભારે
વધારો થશે.