સમગ્ર વિસ્તારના લોકો ઓછી કિંમતે દવાઓ મેળવી શકશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
પ્રભાસ પાટણ અને સોમનાથ વિસ્તારમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક મહત્વની એવી પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર સુવિધાનો પ્રારંભ શ્યામ ટ્રેડર્સના શ્યામભાઈ અને રાહુલભાઈ આહુજા દ્વારા કરવામાં આવ્યો છે. પ્રભાસ પાટણની મેઈન બજારમાં સાંસદ રાજેશ ચુડાસમાનાં હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરી કેન્દ્રને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેન્દ્ર જરૂરિયાતમંદ દર્દીઓ માટે વરદાન સાબિત થશે. અહીં સસ્તી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ ઉપલબ્ધ થશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પરમાર, પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા, માનસિંહ પરમાર, નગરસેવક પ્રતિનિધિ કાળુભાઈ ચંદનાણી ,શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દેવાભાઈ ધારેચા અને પાટણ બ્રહ્મ સમાજના અગ્રણી ચંદ્રપ્રકાશભાઈ ભટ્ટ સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.