ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જ્ઞાનની જ્યોતિથી માનવમનનો અંધકાર દૂર કરી શકાય છે. આ ઉક્તિને અનુલક્ષી આઝાદીના અમૃત મહોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું ગાંધીનગરના નિયામક ડો.પંકજ ગોસ્વામી અને ભાવનગર મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી આર.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પંચવટી સોસાયટી, શીતળા માતાના મંદિર પાસે, 60 ફૂટ રોડ વેરાવળ ખાતે સરકારી જિલ્લા ગ્રંથાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલના હસ્તે રીબીન કાપી ગીર સોમનાથના શહેરીજનો માટે ગ્રંથાલય ભવન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો સહિત બાળ પુસ્તકો, ગુજરાતી તેમજ અંગ્રેજી નવલકથાઓ, ગુજરાતી સાહિત્ય, ન્યૂઝપેપર તેમજ મેગેઝિન સહિત 3500 કરતાં પણ વધુ પુસ્તકો વાંચકોની વાંચનક્ષુધા સંતોષશે. લાઈબ્રેરીનો સમય સવારે 8થી સાંજે 6.00 સુધી રહેશે. ઉપરાંત પુસ્તક આપ-લે વિભાગનો સમય સવારે 10.30થી 6.10નો રહેશે. લાઈબ્રેરીની પાંચ વર્ષની સભ્ય ફી 110 રૂ. રાખવામાં આવી છે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથપાલ મહેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.
ગિર સોમનાથ કલેક્ટર હસ્તે સરકારી જિલ્લા ગ્રંથાલયનું ઉદ્ઘાટન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/03/GIR-SOMANATH-COLLEKTER-HASTE-SARKARI-JILLA-GRANTHALAY-NU-OPANIG.jpg)