ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસાવદર નજીક આવેલા બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા ખાતે વિદ્યાધામના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરી સંત મુક્તાનંદ બાપુના આશીર્વાદ લીધા હતા. બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત “મન વંદના” મનો દિવ્યાંગ બાળકોની સ્કૂલનું લોકાર્પણ, હેલ્થ એઇડ ટ્રસ્ટ સંચાલિત જય અંબે હોસ્પિટલ ચાપરડા ખાતે નવનિર્મિત પોલીસ ચોકીનું લોકાર્પણ, રક્ષા મંત્રાલય સૈનિક સોસાયટી, ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિદ્યામંદિર સૈનિક સ્કૂલ ખાતે શહીદ સહિત વિવિધ સ્મારક, વિવિધ હોસ્ટેલો તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિ પૂજન તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંલગ્ન, ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ વિદ્યા મંદિર ડીએલએસએસ સ્કૂલ ખાતે ભૂમિ પૂજન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું હતું.