ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજથી કપાસની હરરાજી શરુ કરવામાં આવી હતી. જેમાં માર્કેટીંગ યાર્ડમાં કપાસની હરરાજીમાં પ્રતિમણ રૂ.1616 જેવા ઊંચા ભાવ સાથે હરરાજી થયેલ તે ઉપરાંત કપાસના સામાન્ય ભાવ રૂ.1400 થી રૂ. 1616ની વચ્ચે જોવા મળ્યા.હતા જોકે આ વર્ષે સોંરાષ્ટ્રંમાં કપાસનું ઉત્પાદન મબલખ થવાનો અંદાજ છે ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ગાંસડીની પુષ્ક્ળ પ્રમાણમાં અવાક જોવા જોવા મળશે અને પ્રથમ દિવસની હરરાજીમાં સારા ભાવ મળતા હજુ ભાવ ઊંચા જવાની શક્યતા સેવાઈ રહી છે.