શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડીયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
આજ રોજ વોર્ડ નં.11માં જુદા-જુદા ત્રણ કામો, 1) રૂ.5.54 કરોડના ખર્ચે ટી.પી.સ્કીમ નં.26, 27, 28ના મુખ્ય તથા આંતરિક રસ્તામાં ડામરથી મઢવાનું કામ 2) રૂ.1.42 કરોડના ખર્ચે ટી.પી.સ્કીમ નં.26માં સત્યજીત સોપાનવાળા રોડ પર ડામર રી-કાર્પેટથી મઢવાનું કામ તથા 3) રૂ.35 લાખના ખર્ચે સત્યમ પાર્ક, ગોવિંદરત્ન ગ્રીન, તિરૂમાલા પાર્ક વગેરે વિસ્તારમાં મેટલીંગથી મઢવાનું કામ, એમ મળી કુલ રૂ.7.31 કરોડના ખર્ચે જુદા જુદા ત્રણ કામના ખાતમુહૂર્ત શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કામમાં 1) ટી.પી.સ્કીમ નં.26,27,28ના મુખ્ય તથા આંતરિક રસ્તામાં 70,458 ચો.મી.ના રસ્તા ડામરથી મઢવામાં આવશે. આ કામ થવાથી, આ વિસ્તારની અંદાજીત 45000 માનવવસ્તીને ફાયદો થશે. 2) ટી.પી.સ્કીમ નં.26માં સત્યજીત સોપાનવાળા રસ્તા પર 27,160 ચો.મી.ના રસ્તા ડામર રી-કાર્પેટ કરી મઢવામાં આવશે. આ કામ થવાથી આ વિસ્તારની અંદાજીત 7500 માનવવસ્તીને ફાયદો થશે. 3) સત્યમ પાર્ક, ગોવિંદરત્ન ગ્રીન, તિરૂમાલા પાર્ક વગેરે વિસ્તારમાં મેટલીંગ કામ થવાથી આ વિસ્તારની અંદાજીત 4000 માનવવસ્તીને ફાયદો થશે અને હાલાકીમાંથી મુક્તિ મળશે.
આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ભારતીબેન પાડલીયા, વોર્ડ નં.11ના પ્રમુખ મહેશભાઈ પીપળીયા, મહામંત્રી વિનોદભાઈ ઈસોટીયા, મુળુભાઈ ઓડેદરા તેમજ ભાજપ અગ્રણી ફર્નાન્ડીઝભાઈ પાડલીયા, ગોપીબા જાડેજા, સારીકા માણાવદરીયા તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.