છેલ્લા એક વર્ષથી ધારાસભ્ય વિહોણા તાલુકામાં રોડ રસ્તા, ઇન્ચાર્જ ઑફિસો સહિતની સમસ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ચૂંટાઈને વર્તમાન સરકારની અવિરત યાત્રા શરૂ થયેલ હતી. તે વિસાવદર તાલુકાના 74 ગામડાઓના લોકો ઇન્ચાર્જ અધિકારીઓથી હેરાનગતિ અનુભવી રહ્યા છે. એક સરપંચે સોશિયલ મીડિયામાં કરેલ ખુલ્લેઆમ બંડથી વિસાવદર તાલુકો ધારાસભ્ય વગરનો છેલ્લા એક વર્ષ થી જોવા મળે છે. આ તાલુકો સરકારી દરેક સહાયથી વંચિત છે.ઓફીસો આગળ લાગતી મસમોટી લાઈનો એ સરકારી તંત્રની અણ આવડતની અવદશા બતાવે છે.
- Advertisement -
સીટી સર્વે વાળા સપ્તાહમાં એકવાર આવે છે અને તે પણ રજા હોય પર તો નાનકડા એવા કામમાં લોકોને ધક્કા ખાવા પડે છે.અને રામભરોસે ચાલતા આ તાલુકામાં નબળી નેતાગીરી એ બતાવે છે કે જાહેર જનતાની કોઈને પરવા નથી.વિસાવદર નગરપાલિકાના કૌભાંડો ખુલ્લેઆમ દેખાય છે પણ કોઈ પગલાં લેવાતાં નથી.ઓફીસો કામચલાઉ કમેચારીઓથી ચલાવાય છે તેમજ ગૌચરોની રેતી માટીનો બેફામ ઉપયોગ કરી ખાણ ખનીજ વિભાગ પણ કેમ ચૂપ છે. રોડ રસ્તાઓ મુદે અનેક રજુઆત કરીને લોકોની કમર બેવડી વળી ગઇ છે પણ સરકારી તંત્ર નિભેર બનીને જોયા કરે છે. મોટામોટા ભાષણો કરતા નેતાઓ ઓને પ્રજાની સમસ્યાઓ દેખાતી નથી.ધારાસભ્યની ચૂંટણી અંગે શું રંધાઈ રહ્યું ખબર નથી. પણ નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવા એક એક વોડેમા ઉમેદવારોનો એટલો રાફડો ફાટયો છે કે કદાચ એક વોડે માટે ત્રણ ચાર ઈવીએમ રાખવા પડશે.કેમ કે વિકાસના કામોમાં થતી ખિસ્સા ભરવાની નીતિથી કેટલાક લોકોઆજે લાખોનો વ્યવહાર કરી રહ્યા છે.કમીશન અને ઇન્ચાર્જથી ચાલતી વિસાવદર વિસ્તારની સરકારી અને રાજકીય મીલીભગત સિસ્ટમથી પ્રજા પરેશાન છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી.