રણજીત મુંધવાએ ઉમેદવારી નોંધાવી, કહ્યું- ‘કોર્પોરેટરોનાં બાળકો પણ સરકારી શાળામાં ભણશે’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ બરાબર જામ્યો છે ત્યારે આજે કોંગ્રેસના વોર્ડ નં-8ના ઉમેદવાર રણજીત મુંધવાએ અનોખી રીતે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. રણજીત મુંધવાએ આજે સમર્થકો સાથે ઘોડા પર બેસીને મનપાની ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું અને ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય થશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવાએ એક અનોખા શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રણજીત મુંધવા જામનગર રોડ પર આવેલ સરવે ભવન ખાતે ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે માધ્યમો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘જેમ યુદ્ધના મેદાનમાં ઘોડા પર સવાર થઈને જવાય છે, તેમ અમે પણ લોકોના પ્રશ્ર્નો માટે લડવા આ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છીએ.’



