પોલીસ મેન્યુઅલની જોગવાઈ ઉપરવટનું પોલીસનું એકશન: સુરેશ ફળદુ
અધિકારી અને ફરિયાદીની વર્તણુંક સત્ય હકીકતો છુપાવનારી છે: કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ફરિયાદીએ મકાનની ફાઈલ ગીરવે રાખી રૂા. 60,00,000 3% વ્યાજે મેળવી સિક્યુરિટી પેટે ચેકો આપી બાદ હિસાબ પૂર્ણ કર્યા હોવા છતાં ચેકો તથા અસલ ફાઈલ પરત ન કરી બળજબરીથી વધુ નાણા કઢાવવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ધીરધારના નિયમોના ભંગનો જેના પર આરોપ છે તે આંતરરાષ્ટ્રીય રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર યુવા સંઘ તથા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ પી. ટી. જાડેજાને આગોતરા જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવ્યો છે.
- Advertisement -
ફરિયાદીને ધંધા માટે પૈસાની જરૂરત પડતાં ફરિયાદીએ તેઓના મિત્ર યશપાલભાઈ પટગીરને વાત કરતાં તેઓએ આરોપી પી. ટી. જાડેજાને વાત કરતાં તેઓ વ્યાજે પૈસા આપતા હોય તેઓ પાસેથી ફરિયાદીએ ધંધા માટે રૂા. 60,00,000 3% વ્યાજે લીધા હોય જેની સીકયુરિટી પેટે આરોપીએ ફરિયાદી પાસેથી 7 ચેકો તથા મકાનના દસ્તાવેજની અસલ ફાઈલ મેળવી તથા પાવરનામુ અને સાટાખત લખાવી લઈ રૂા. 60,00,000ની સામે રૂા. 70,00,000 વ્યાજ સહિત ચૂકવી દીધી છતાં ફરિયાદીના મકાનના દસ્તાવેજની અસલ ફાઈલ પરત ન આપતાં હોય અને વધુ વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી બેફામ ગાળો આપી જિંદગી બગાડી નાખી રાજકોટ છોડાવી દેવાની ધમકી આપ્યા સંબંધેની ફરિયાદી સુરેશ અમરસિંહભાઈ પરમારે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આરોપી પી. ટી. જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ગુનો દાખલ થતાં અરજદાર આરોપી પી. ટી. જાડેજાએ તેઓની સંભવિત ધરપકડ ટાળવા રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી રજૂઆત કરી કે ફરિયાદ કાયદાના દુરુપયોગ સિવાય બીજું કંઈ જ નથી. પોલીસે મેન્યુઅલની જોગવાઈ વિરુદ્ધ કૃત્ય કરેલ છે. ગુનો દાખલ થયાનું બે માસ પહેલા રકમની લેતીદેતી પૂર્ણ થઈ ગયેલ હોય વ્યાજનો વ્યવહાર ન હોય અસલ ફાઈલ પણ મધ્યસ્થીને પરત સોંપી આપેલ હોય અરજદાર સામાજિક અગ્રણી હોય જેથી અરજદારનું સામાજિક કદ ટૂંકુ કરવા અમુક આગેવાનો તથા ફરિયાદીના ભાઈ પ્રવીણ પરમાર કે જેઓ વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ દાખલ થયા હોય તેઓએ અરજદાર વિરુદ્ધ ફરિયાદની વિગતવાળી બનાવટી અને ગુંચવણભરી સ્ટોરી ઉભી કરી સંબંધના દાવે કરેલ લેતીદેતીને વ્યાજના વ્યવહારમાં ખપાવી ખોટી રીતે ગુના દાખલ કરાવવામાં આવેલ હોય રિકવરી ડીસ્કવરી બાકી ન હોય કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની આવશ્યકતા ન હોય નામદાર સુપ્રીમ કોર્ટના તથા હાઈકોર્ટોના ચુકાદાઓમાં પ્રસ્થાપિત કરેલ માર્ગદર્શક સિદ્ધાંત લક્ષે લેતાં અરજદારની જામીન માટેના પ્રથમ દર્શનીય કેસ હોય જામીન ઉપર મુક્ત કરવા અરજ કરવામાં આવી હતી. બંને પક્ષોની રજૂઆતો, તપાસના કાગળો, ત.ક. અધિકારીનું સોગંદનામુ તથા રેકર્ડ પર રજૂ દસ્તાવેજી પુરાવો લક્ષે લેતાં અને રજૂ પોલીસ પેપર્સ જોતાં તેમાં ફરિયાદીએ અગાઉ કરેલી અરજી સંબંધેની હકીકતનો લેશમાત્ર ઉલ્લેખ ન હોય તે કાગળો સામેલ રાખેલ ન હોય જે સંબંધે અરજદારના વકીલે ધારદાર રજૂઆત કરતા ત.ક. અમલદારને પૃચ્છા કરતાં તેઓએ પુરશીશ સાથે અરજીના કામેના તપાસના કાગળો રજૂ કરેલ, જેમાં ફરિયાદીના મિત્ર યશપાલસિંહ પટગીરનું નિવેદન લેતા ફરિયાદીએ પી.ટી. જાડેજા પાસેથી સંબંધના દાવે બેંકમાંથી મકાનની ફાઈલ છોડાવવા હાથ ઉછીના પૈસા લીધેલ વ્યાજે લીધેલ ન હતા અને મકાનની અસલ ફાઈલ અરજદાર પાસે નહીં પરંતુ યશપાલસિંહ પાસે હોવાનું જણાવેલ હોય છતાં આ હકીકતો ત.ક. અધિકારીએ સોગંદનામામાં છુપાવેલ હોય કે તે કાગળો ગુનાના કામે રજૂ રાખેલ ન હોય આ રીતે ત.ક.અધિકારી તથા ફરિયાદીની વર્તણુંક સંદિગ્ધ અને સત્ય હકીકતો છુપાવનારી જણાય છે. ફરિયાદીએ જામીન અરજીનો વિરોધ કરવા ખાનગી વકીલ રાખેલ તેઓએ વાંધા રજૂ કરેલ તેમાં પણ અરજી તથા તેની તપાસ અન્વયેની હકીકતો છુપાવેલછે. અરજદાર સામાજિક અગ્રણી હોવાની તેના વકીલની રજૂઆતને ફરિયાદીના વાંધાથી સમર્થન મળે છે. આ રીતે ઉપરોક્ત સંજોગોમાં તથા ફરિયાદી અને ત.ક. અધિકારીએ અગાઉની અરજીની તપાસ સંબંધે દાખવેલ સંદિગ્ધતા ધ્યાને લેતાં તથા અરજીના કામેનું યશપાલસિંહનું નિવેદન ધ્યાને લેતાં અરજદારો ફરિયાદીની અસલ ફાઈલ તેઓને આપી દીધાનું જણાય છે ત્યારે અરજદારની ફેવરમાં અંતર્ગત સત્તાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની અરજદાર પી. ટી. જાડેજાને આગોતરા જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે. આરોપી પી. ટી. જાડેજા વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, ભુવનેશ શાહ, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીત દુધાગરા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ રોકાયા હતા.