ઈભલા વિરુદ્ધ 53 ગુના નોંધાઈ ચુક્યા છે અને 6 વખત પાસા થઈ ચુકી છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ખાટકીવાસમાં રહેતા કુખ્યાત ઈભલા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ઈભલાને હાલ સુરત જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા મહિલા અજઈં એ.વી.બકુત્રા અને તેની સાથેનો સ્ટાફ મધરાત્રે જુના મોરબી રોડ પર પેટ્રોલિંગ કરી તેમજ વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું એ સમયે ત્રણ શખ્સ ત્યાંથી ત્રણ નંબર પ્લેટ વગરની બાઇક લઈ નીકળ્યો તેની પાસેથી વાહનના કાગળો માગ્યા હતા અને ત્યારે ત્યાં ચાલકે બોલાચાલી કરી હતી અને થોડીવારમાં જ ઇભલાની ટોળકીએ આવી હુમલો કર્યો હતો. હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઇબ્રાહિમ ઉર્ફે ઇભલાની ગોંડલ ખાતેથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઇભલા વિરુધ્ધ અગાઉ 53 ગુના નોંધાઇ ચુક્યા છે. જેમાં તે 6 ગુનામાં પોલીસ પકડથી દૂર હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ગોંડલ ખાતેથી ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને ઈભલા વિરુદ્ધ પાસાની દરખાસ્ત મોકલવામાં આવી હતી.