અનેક વખત રહેવાસીઓ દ્વારા કોર્પોરેટરને રજૂઆત છતાં કોઈ નક્કર પગલાં શા માટે લેવાતા નથી?
ખાસ-ખબર સંવાદદાતા
મવડી ચોક પાસે આવેલ શ્રીહરિ સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે. પીવાના પાણીની લાઈન સાથે ગટરનું ગંદુ પાણી ભળી જતાં અત્યંત ખરાબ અને દુર્ગંધ મારતું પાણી છેલ્લા મહિનાથી આવતું હોય સોસાયટીવાસીઓએ અવારનવાર કોર્પોરેટરને રજૂઆત કરી છે. આમ અવારનવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન નહીં થતાં વેસ્ટઝોન ઓફીસે વોટર વર્કસ શાખામાં રજૂઆત કરી હતી પણ ત્યાંથી પણ તરુણભાઈ વાઘેલા જેવું નામ ધરાવતા કર્મચારીનો ફોન આવેલ કે તમારી સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે? આ અંગે રહેવાસીઓએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે. જો આ સમસ્યાનું સમાધાન 7 દિવસમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી રહેવાસીઓએ ઉચ્ચારી છે.
આ અંગે કોર્પોરેટરને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે તેમજ વેસ્ટઝોન ઓફીસના વોટર વર્કસના અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આઠ મહિનાથી ગટરનું પાણી પીને લતાવાસીઓ બીમાર પડી રહ્યા છે. આમ આ અંગે વહેલી તકે પ્રશ્ર્નનો ઉકેલ લાવવા રહેવાસીઓ દ્વારા રજૂઆત કરાઈ છે.
શ્રીહરિ સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતાં લોકોના આરોગ્ય સાથે ચેડાં
