દરરોજ માતાજીની આરતી 8 વાગ્યે થશે
ધનસુખભાઇ ભંડેરીના હસ્તે ઉદ્દઘાટન, સુરેન્દ્રસિંહ વાળાએ માઁ નવદુર્ગાનો યજ્ઞ-પાઠ-પૂજા કર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નવધા લક્ષ્મી મહા લક્ષ્મી સરસ્વતીજી મહાકાળીના નવ સ્વરૂપની આરાધનાના પર્વ નવરાત્રીનો સહિયર મહોત્સવ દ્વારા ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ માતાજીની યજ્ઞ-પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતા. તેમજ મ્યુ. ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તથા કૈલાશબેન દ્વારા રીબીન કાપી રાસોત્સવનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
માતાની પ્રથમ આરતીમાં આયોજકો ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, ક્રિષ્નપાલસિંહ વાળા, વિજયસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, સમ્રાટભાઇ, જયદીપ ભાઇ, પ્રકાશભાઇ, ધૈર્ય પારેખ સાથે 1000થી વધુ ખેલૈયાઓ જોડાયા હતા. પ્રથમ આરતી તેજશ શિશાંગીયા તથા અપેક્ષા પંડ્યા દ્વારા ગાવામાં આવી હતી. પ્રથમ દોરમાં ગરબા કિંગ રાહુલ મેહતા તથા બીજા દોરમાં અપેક્ષા પંડ્યાએ ખેલૈયાઓને મનમૂકીને રાસે
રમાડ્યા હતા.
નિર્ણાયકોએ ફાઇનલ દોરના અંતે શ્રેષ્ઠ ખેલૈયાઓને સિલેક્ટ કર્યા હતા. ફર્સ્ટ પ્રિન્સ-પ્રેમ જાદવ, સેક્ધડ- વિવેક મેઘાણી, થર્ડ- આયુષ રૈયાણી, ફોર્થ- ધ્રુવ કારેલીયા તેમજ ફર્સ્ટ પ્રિન્સેસ-માહી રાજદેવ, સેક્ધડ-હેતલ સરવૈયા, થર્ડ-કપિલા પરમાર, ફોર્થ- નેહા ગુપ્તા અને વેલડ્રેસ- જયેશ કરગથીયા, કવિતા પડિયા જાહેર
થયા હતા.
જ્યારે બાળકોમાં ફર્સ્ટ- રાજ પટેલ અને અમી, સેક્ધડ- વિરાજ અને જયેશ્વરીબા ઝાલા, થર્ડ- દેવર્ષ સચદેવ, દિપ્તી પટેલ તથા શાના ધકાણ વિજેતા થયા હતા. આ તમામને સહિયર પરિવારના સમ્રાટ ઉદેશી જયદીપભાઇ, નરેન્દ્રસિંહ જાડેજા, પંકજભાઇ ગમારા, અહેમદભાઇ, ભરત વ્યાસ, ભગીરથ લોખીલ, દિલીપસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, નિખીલ ગોહિલ, કલ્પેશ ડોડિયા, જેશીંગ મુંધવા, યગીરાજ સિંહ જાડેજા, હરદીપસિંહ ગોહિલ, અભિજીતસિંહ ચુડાસમા, દિવ્યેશ વાઘેલા, મુકેશભાઇ ધામેચા, જતિન બગડાઇ દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા. બેસ્ટ ગૃપ કેટેગરીમાં રાજપુતાના ગૃપને સહિયર પરિવારના ચેરમેન સુરેન્દ્રસિંહવાળાએ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. દરરોજ માતાજીની આરતી 8 વાગ્યે થશે અને 8:30થી પહેલો સિલેકશન દોર શરૂ થશે, તેમ તેજશ શિશાંગીયાની યાદીમાં જણાવાયું છે.