ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીમાં સંબધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાવકા પિતા એ પુત્રીના દેહને અભડાવી નાખતા પત્નીને પત્નીને મોતને ધાટ ઉતાર્યો છે જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને સાવકા પિતા એ બળજબરી પૂર્વક ગળે છરી રાખીને પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાબતની શંકા પત્નીને થતા પત્નીએ પતિને શરીરના છાતીના ભાગે પાટાઓ મારી ઢીકા પાટુંનો માર મારી છાતીના ભાગે ગંભીર ઈજા પહોચાડીને મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે