ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં રહેતા 3 આર્મીમેનને ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનાં નામે કિશન બોરખતરીયા અને વિજય વાઢીયાએ 6.48 લાખ લઇને પૈસા આપ્યા ન હતાં. આ અંગે પોલીસમાં ફરિયાદ થઇ હતી. પોલીસને બન્ને પડકી લઇને પુછપરછ કરતા કિશને સુરતનાં જયેશ પટોળીયાનું નામ આપ્યું હતું. જેના પગલે એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી એસઓજીનાં પીઆઇ એ.એમ. ગોહિલ, જે.એમ. વાળા અને ટીમ મુખ્ય ભેજાબાજને પકડી લેવા કયાવત હાથ ધરી હતી.ત્યારે એસઓજીનાં પીઆઇ એ.એમ. ગોહિલ અને સી ડીવીઝનનાં પીએસઆઇ જે.જે. ગઢવીને બાતમી મળી હતી કે, મુખ્ય ભેજાબાજ સુરતમાં રહે છે.
જેના પગલે એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ અને ટીમ સુરત પહોંચી હતી અને સુરત એસઓજીની મદદ લીધી હતી. બાદ મુખ્ય ભેજાબાજ જયેશ લીલાભાઇ પટોળીયા(મુળ વડલા, જૂનાગઢ હાલ રે. સુરત)વાળાને ઝડપી લીધો હતો અને સી ડીવીઝન પોલીસને સોંપી દીધો હતો. જૂનાગઢ જિલ્લામાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર મુખ્ય ભેજાબાજને એસઓજીએ ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



