ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન અનુસાર શ્રાધ્ધ અને ભારે વરસાદનાં કારણે આ ઘટાડો થયો
શ્રાધ્ધ અને ભારે વરસાદને કારણે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વાહનોનું વેચાણ બંધ રહ્યું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ડેટા અનુસાર, 26,313 કારનાં એકમોનું વેચાણ થયું હતું જે ગયાં વર્ષનાં સમાન મહિનામાં 37,083 એકમોની સરખામણીએ 29 ટકા ઘટી ગયું છે. બીજી તરફ ટુ-વ્હીલરના વેચાણમાં 35.8 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે ગયાં વર્ષનાં સમાન સમયગાળા દરમિયાન વેચાયેલા 1.29 લાખ એકમોની સરખામણીએ આ મહિનામાં 83912 એકમોનું વેચાણ થયું હતું.
- Advertisement -
ફેડા ગુજરાતનાં ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું હતું કે વેચાણમાં ઘટાડો ઘણાં કારણોસર થયો છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વેચાણ પર પ્રતિકૂળ અસર પડી છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા હતાં. સપ્ટેમ્બરમાં શ્રાદ્ધનો સમયગાળો પણ વેચાણ માટે એક મોટો અવરોધ હતો, કારણ કે તે નવી ખરીદી માટે અશુભ સમય માનવામાં આવે છે.
“ઓગસ્ટ અને ઑક્ટોબરના તહેવારોએ સપ્ટેમ્બરમાં વેચાણમાં ઘટાડો કરવામાં ફાળો આપ્યો છે. સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી અને રક્ષાબંધન એ ઓગસ્ટમાં વેચાણમાં વધારો કરનારા મુખ્ય પરિબળો હતા,”.
ગુજરાતમાં કાર અને ટુ-વ્હીલરના વેચાણમાં ઘટાડાના દર સમગ્ર ભારત કરતાં વધુ છે. સમગ્ર દેશમાં ટુ-વ્હીલરનું વેચાણ 8.5 ટકા ઘટ્યું હતું, જ્યારે આ સમયગાળા દરમિયાન કારનું વેચાણ 18.81 ટકા ઘટ્યું હતું. એક વરિષ્ઠ આરટીઓ અધિકારીએ એ પણ સમજાવ્યું કે શ્રાધ્ધના સમયગાળામાં કેટલાક કાર અને ટુ-વ્હીલર ખરીદનારાઓએ ઑક્ટોબરની ખરીદી માટે અગાઉથી બુકિંગ કરાવ્યું હતું, જ્યારે અન્ય લોકોએ અશુભ અવધિને ટાળીને ઑગસ્ટમાં જ વાહનો ખરીદ્યા હતા. આને કારણે, નવાં વાહનોની નોંધણી મહિના દરમિયાન પ્રમાણમાં ઓછી થઈ છે,
- Advertisement -
ફેડાના અધિકારીઓના જણાવ્યાં અનુસાર જો તહેવારોના સમયગાળા દરમિયાન વેચાણમાં વધારો ન થાય તો ભારે ડિસ્કાઉન્ટ અને ઑફર્સ ડીલરની નફાકારકતાને અસર કરી શકે છે. ફેડા અધિકારીઓના જણાવ્યાં અનુસાર, “શ્રાધ્ધના સમયગાળા અને ભારે વરસાદ જેવાં મોસમી પરિબળોએ ટુ વ્હીલર વાહનોની માંગને વધુ અસર કરી, જેનાં પરિણામે ખરીદીમાં વિલંબ થયો અને બજારનું વાતાવરણ નીચું ગયું,.