25 મેએ ઇસ્લામાબાદમાં ઇમરાનની વિશાળ રેલી
ખાસ-ખબર સંવાદદાતા
દેશ ઇમરાનને તેમના પાપ માટે માફ કરશે નહીં અને તેમના નાપાક ઇરાદાઓને સફળ થવા દેશે નહીં : પાક. વડાપ્રધાન પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે આરોપ મૂક્યો છે કે પીટીઆઇ પ્રમુખ ઇમરાન ખાન દેશમાં ગૃહ યુદ્ધ ઇચ્છે છે. શરીફે ચેતવણી આપી છે કે દેશ તેમના નાપાક ઇરાદાઓને સફળ થવા દેશે નહીં. શેહબાઝ શરીફે એક પ્રશ્રના જવાબમાં જણાવ્યું છે કે ઇમરાન પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ શરૂ કરાવવા માગે છે. જો કે તેઓ ખોટા ભ્રમમાં છે.