પૂરક પરીક્ષા માટે શાળાઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે, સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકશે તો વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાઈ
રાજ્યના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં જૂલાઈમાં શરૂ થનારી ધોરણ 10ની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જે પૂરક પરીક્ષા આપવા માંગે છે તેઓ 22 મેના સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. નોંધનિય છે કે, પુરક પરીક્ષા માટે શાળાઓ બોર્ડની વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશે. આ સાથે સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિત વિકલ્પ લઈ શકશે. મહત્વનું છે કે, વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી માફ કરાઇ છે.
- Advertisement -
રાજ્યમાં જુલાઈ મહિનામાં યોજાનારી ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી 22 મેના સાંજે પાંચ વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જો કે પૂરક પરીક્ષા માટે શાળાઓએ જ ગુજરાત બોર્ડની વેબસાઈટથી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા છે તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકશે. તેમજ કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.