સોશ્યલ મીડિયામાં ‘ધ મ્યુટન્ટ’ તરીકે વિખ્યાત હતો
61 ઇંચની છાતી અને 25 ઇંચ બાયસૈપ્સ ધરાવતો હતો
- Advertisement -
ઘણાં લોકો ફિટનેસ માટે દરરોજ કસરત કરે છે. એવું કહેવાય છે કે આનાથી હૃદય અને દિમાગ સ્વસ્થ રહે છે, પરંતુ ક્યારેક ફિટનેસ માટે પ્રખ્યાત વ્યક્તિના અચાનક મૃત્યુથી ખૂબ આશ્ચર્ય થાય છે. આવો જ એક કિસ્સો બેલારુસમાંથી સામે આવ્યો છે. ખરેખર, મોન્સ્ટર બોડી બિલ્ડર તરીકે પ્રખ્યાત ઇલ્યા ગોલેમનું 36 વર્ષની વયે અવસાન થયું છે. તેમનાં નિધનથી લોકોને આઘાત લાગ્યો છે.
બેલારુસના રહેવાસી ઇલ્યા ગોલેમને 6 સપ્ટેમ્બરે ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. પછી તેની પત્ની અન્નાએ સીપીઆર કર્યું હતું, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. બાદમાં તેને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ ખૂબ પ્રયાસ કર્યા હતાં, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. તેની પત્ની અન્નાએ ગોલેમના હોસ્પિટલનાં દિવસોને યાદ કર્યા હતાં. તેને કહ્યું કે હું બે દિવસ તેની સાથે રહી અને આશા હતી કે તેનું હૃદય ફરી ધડકવા લાગશે, પરંતુ ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. તેઓએ મને ભયંકર સમાચાર આપ્યાં કે તે બ્રેઈન ડેડ થયું છે.
ગોલેમ તેની જીવનશૈલી માટે પ્રખ્યાત હતો. તેઓ તેમની 61 ઇંચની છાતી અને 25 ઇંચના બાયસૈપ્સ માટે પ્રખ્યાત હતાં. ગોલેમ દિવસમાં સાત વખત ખાતાં હતાં. તે દરરોજ 16500 કેલરી ખાતાં હતાં. જેમાં સુશીના 108 ટુકડા અને બે કિલોગ્રામથી વધુ માંસનો સમાવેશ થતો હતો. ગોલેમ ’340 પાઉન્ડ બીસ્ટ’ અને મ્યુટન્ટ તરીકે પ્રખ્યાત હતો. તેની ઉંચાઈ 6 ફૂટ 1 ઈંચ હતી.
- Advertisement -
બેન્ચ પ્રેસ કસરત દરમિયાન ગોલેમ ઘણીવાર 600 પાઉન્ડ 272 કિગ્રા વજન ઉપાડી શકતો હતો. આ સાથે તે 700 પાઉન્ડની ડેડલિફ્ટ પણ કરતાં હતાં. ખાસ વાત એ છે કે તેને વ્યવસાયિક રીતે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો ન હતો, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય વ્યક્તિત્વ ધરાવતા હતાં. તેનાં 3 લાખથી વધુ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ હતાં. તેનું વજન લગભગ 158 કિલો હતું. 36 વર્ષનો આ ખેલાડી બાળપણમાં જ જીમમાં જોડાયો હતો. આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર અને સિલ્વેસ્ટર સ્ટેલોન જેવાં બનવા માંગતાં હતા હતાં. મેન્સ હેલ્થ મેગેઝીને તેનાં રોજીંદા આહાર અંગે ખુલાસો કર્યો હતો.