દેશના ટોચના ઉદ્યોગગૃહ સામે અમેરિકી શોર્ટ સેલરે નવી તોપ દાગી: 2021થી તપાસ ચાલે છે: અદાણીના શેરોમાં રોકાણ માટે આ નાણાનો ઉપયોગ થયો છે
હિડનબર્ગ સાથે વિવાદમાં ફસાયેલા અદાણી ગ્રુપની મુશ્કેલીનો અંત નથી અને હવે હિડનબર્ગે દાવો કર્યો છે કે, સ્વીસ સત્તાવાળાઓએ મની લોન્ડરીંગ અને છેતરપીંડીના કેસમાં અદાણી ગ્રુપના છ સ્વીસ બેંક ખાતાઓ કે જેની કુલ બેલેન્સ અંદાજે રૂા. 2600 કરોડ (31 લાખ ડોલર) છે તે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે.
- Advertisement -
હિડનબર્ગ પ્રારંભથી જ અદાણી ગ્રુપ ઉપર એક બાદ એક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને હવે સોશ્યલ મીડિયા પોસ્ટના માધ્યમથી અદાણી ગ્રુપ સામે 2021થી આ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. સ્વીસ મીડિયા કંપની ગોથમ સીટીના આધારે હિડનબર્ગે આ આરોપ મુકયા છે અને જણાવ્યું છે કે અદાણીનું પ્રતિનિધિત્વ કરતા એક ફ્રન્ટમેને આઇલેન્ડસ મોરીસીયસ તેમજ બર્મુડા સ્થિત ખંડમાં રોકાણ કર્યુ હતું.
તેમાં મોટા ભાગના લોકો પાસે અદાણીના સ્ટોક હતા. અને તે નાણા અદાણીના શેરોમાં લગાવાતા હતા સ્વીસ બેંકમાં છ ખાતા હતા જે હવે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. હિડનબર્ગ અગાઉ અદાણી અને ભારતના સેબીના વડા માધબી પુરી બુચ સામે આક્ષેપો કરી ચુકયુ છે તે સમયે એકસ પર મુકેલી એક પોસ્ટમાં જણાવ્યું છે કે જીનીવા પબ્લીક પ્રોસીકયુટર ઓફિસ આ અંગે તપાસ કરી રહી છે.
અમારા કોઇ બેંક ખાતા ફ્રીઝ થયા નથી : અદાણી ગ્રુપ
હિડનબર્ગ દ્વારા વારંવાર અદાણી ગ્રુપ સામે થતા આક્ષેપોમાં અગાઉની જેમ જ આ ગ્રુપે નકારી કાઢતા જણાવ્યું કે આ તમામ આરોપો ફકત અમારા ગ્રુપની માર્કેટ વેલ્યુ ઘટાડવા માટે કરવામાં આવી રહ્યો છે. સ્વીસ કોર્ટના કોઇ પણ કેસ સામે અમારે કોઇ લેવા દેવા નથી અમારા કોઇ બેંક ખાતા ફ્રીઝ થયા નથી.
- Advertisement -
અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે આરોપ અમારી પ્રતિષ્ઠા અને માર્કેટ વેલ્યુને હાની પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ભુતકાળમાં કોઇ ગેરરીતિ અંગે સેબીની તપાસને સ્વીકારીને કેસ બંધ કર્યો હતો.