ક્રાઇમ બ્રાંચે 91 હજાર મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો
ખાસ ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એમ.ઈશરાણી તથા સ્ટાફના લોકો પેટ્રોલિંગ દરમિયાન કોડીનાર વિરાટનગરમાં રહેતો દિપક બદરૂદીન લાલાણીને ત્યાં રેઇડ કરી હતી જયારે રેઇડ દરમિયાન ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનો જથ્થો રાખીને ગેસ રીફીલીંગની પ્રવુતિ સામે આવી હતી તેમજ તેની સાથે બિલ વગરના ડીઝલ તથા મોટર સાઇકલ લે- વેચની પણ ગેરકાયદેસર પ્રવુતિ કરતો હોવાનું સામે આવ્યું હતું
ક્રાઇમ બ્રાન્ચે રેઇડ દરમિયાન ગેસની બોટલો, ડીઝલ ભરેલ કેન, બાઈકો સહીતનો કુલ રૂ.91,800નો મુદામાલ કબ્જે કરીને આરોપી દિપક બદરૂદીન લાલાણી વિરુદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.