સરકારે ક્ષત્રિયોને દાઝ્યા પર ડામ આપ્યા
રૂપાલાના વિવાદ મુદ્દે શંકરસિંહ વાઘેલાનું નિવેદન
- Advertisement -
ક્ષત્રિય સમાજ સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.2
ક્ષત્રિય સમાજના કદાવર નેતા અને પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પહેલીવાર રૂપાલા વિવાદ પર બોલ્યા છે. તેમણે કહ્યુ કે દાઝ્યા પર ડામ ન દેવો જોઇએ. રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. શંકરસિંહ વાઘેલાએ સરકારને આડેહાથ લીધી હતી.
- Advertisement -
ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઇ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યુ કે પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું. ’રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે. પોલીસ બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે. સમાજને દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ મણિપુર બાબતે મૌન રહેવું યોગ્ય નથી.
શંકરસિંહ વાઘેલાએ રૂપાલા અને બીજેપી પર પ્રહાર કરતા કહ્યુ કે રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ક્ષત્રિય સમાજ સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર. રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવા એ ભાજપ હાઈકમાંડના હાથમાં છે.
રૂપાલાને ભલે તમે રાજ્યસભામાં મોકલો પણ રાજકોટથી ઉમેદવાર તરીકે બદલવા જોઇએ. સરકારે દાઝ્યા પર ડામ આપીને સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી.