By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    17 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    17 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    17 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    17 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    17 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    14 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    16 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    16 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    14 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમારા નિયમો ના પાળવા હોય, તો અહીંથી ચાલતી પકડો… સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > અમારા નિયમો ના પાળવા હોય, તો અહીંથી ચાલતી પકડો… સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર
SCIENCE-TECHNOLOGY

અમારા નિયમો ના પાળવા હોય, તો અહીંથી ચાલતી પકડો… સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 1:58 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ તથા તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી છે. 2021ની પ્રાઈવસી પોલિસી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. જેમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે દલીલ કરી કે વોટ્સેપની પ્રાઈવસી પોલિસી શોષણકારી છે. વોટ્સએપ યુઝરનો ડેટા શેર કરે છે અને તેનો ઉપયોગ કરી કમાણી પણ કરે છે. 

તમારી પ્રાઈવસી પોલિસી સામાન્ય લોકોને કેવી રીતે સમજાશે? : સુપ્રીમ કોર્ટ 

- Advertisement -

આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા કંપની મેટા (Meta) અને તેની મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કડક શબ્દોમાં મેટા અને વોટ્સએપને ફટકાર લગાવતા કહ્યું કે, જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકતા હોવ તો ભારત છોડીને ચાલતી પકડો. અમે ભારતના કોઈ પણ નાગરિકની પ્રાઈવસી જોખમમાં ના મૂકી શકીએ. કોઈ વૃદ્ધ મહિલા, રસ્તા કિનારે વેપાર કરતી વ્યક્તિ કે પછી માત્ર તમિલ આવડતું હોય તેવા લોકો તમારી પોલિસી કેવી રીતે સમજી શકે?

ચીફ જસ્ટિસે વોટ્સએપને કડક શબ્દોમાં કહ્યું કે, તમે અહીં સર્વિસ આપવા માટે છો, લોકોનો ડેટા ભેગો કરી શેર કરવા માટે નહીં. અમને પણ તમારી પોલિસી સમજવામાં સમસ્યા આવે છે તો બિહારના ગામમાં રહેતા લોકોને શું સમજાશે? ડૉક્ટર વોટ્સેપમાં ત્રણ દવા લખીને આપે તો 5 મિનિટમાં દવાની જાહેરાતો ફોનમાં દેખાવવા લાગે છે.

વોટ્સએપને યુઝર્સનો ડેટા વેચવાનો હક નથી! 

- Advertisement -

સુપ્રીમ કોર્ટે વોટ્સએપને નિર્દેશ કર્યો કે, અમે તમને યુઝર્સનો ડેટા મેટાને શેર કરવાની મંજૂરી નહીં આપીએ. યુઝર્સને એપની ‘લત’ લગાવી દેવામાં આવી છે અને હવે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે. પૈસા કમાવવા માટે લાખો યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરવામાં આવે છે. ભારતના યુઝર્સ મૌન છે તેનો અર્થ એ નથી કે તમે ગમે તેનો ડેટા વેચવા લાગો! સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી છે તથા આ કેસ પર હવે ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરશે. આ મામલે 9 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે. કોર્ટે તમામ સંબંધિત પક્ષોને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યા છે.

ગામડાંના લોકો અને ફેરિયા ‘સંમતિ’ને નથી સમજતા

આ સુનાવણી દરમિયાન મેટા અને વોટ્સએપ તરફથી દલીલ કરાઈ હતી કે તેઓ યુઝર્સની સંમતિ (Informed Consent) લીધા બાદ જ ડેટાનો ઉપયોગ કરે છે. આ દલીલને નકારી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો ભારતીય યુઝર્સ, જેમાં શેરીના ફેરિયાઓ અને ગ્રામીણ નાગરિકોનો સમાવેશ થાય છે, તેઓ તમારી જટિલ પ્રાઈવસી પોલિસી સમજી શકતા નથી. તેમણે આ સ્થિતિને ‘સિંહ અને ઘેટાં’ વચ્ચેની પસંદગી સમાન ગણાવી હતી.

કોર્ટે વોટ્સએપ પાસે લેખિતમાં બાંહેધરી માંગી

સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશ તરીકે વોટ્સએપને સૂચના આપી છે કે જ્યાં સુધી આ કેસની સંપૂર્ણ સુનાવણી ન થાય ત્યાં સુધી તેઓ મેટા (પેરેન્ટ કંપની) સાથે કોઈ પણ યુઝરની માહિતી શેર કરી શકશે નહીં. કોર્ટે કંપનીને કહ્યું છે કે, કાં તો તમે લેખિતમાં બાંહેધરી આપો કે ડેટા શેરિંગ નહીં થાય અથવા અમે તમારો કેસ રદ કરી દઈશું.

શું છે આ સમગ્ર વિવાદ? 

નવેમ્બર 2024માં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ વોટ્સએપને પ્રાઈવસી પોલિસી તથા પ્રતિસ્પર્ધા કાયદાના ભંગ બદલ 213 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વોટ્સએપ પર આરોપ હતો કે કંપનીએ યુઝર્સને નવી પોલિસી સ્વીકાર કરવા મજબૂર કર્યા. જે બાદ મેટા કંપની સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. આ સુનાવણી જાન્યુઆરી 2025માં NCLAT (National Company Law Appellate Tribunal) દ્વારા અપાયેલા આદેશ વિરુદ્ધ મેટા, વોટ્સએપ અને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર થઈ રહી હતી. NCLAT એ માર્કેટમાં પ્રભુત્વનો દુરુપયોગ કરવા બદલ કંપની પર પેનલ્ટી અને ડેટા શેરિંગ પર મર્યાદા લાદી હતી.

હાલ પૂરતું, સુપ્રીમ કોર્ટના આ કડક વલણને કારણે ટેક જાયન્ટ કંપનીઓ માટે ભારતમાં ડેટા શેરિંગ પોલિસીમાં મોટો ફેરફાર કરવો અનિવાર્ય બની શકે છે.

You Might Also Like

ફેક વર્ક ટ્રેન્ડ: કોર્પોરેટ ઓફિસમાં દેખાડો કે સ્માર્ટ સર્વાઇવલ સ્ટ્રેટેજી?

ભારતનું અંતરિક્ષનું સપનું હવે હકીકત બનશે: ગગનયાન માટે IADT-02 ટેસ્ટ સફળ, આવતા વર્ષે 3 ભારતીય જશે અવકાશમાં

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો ક્રેઝ ઘટ્યો! લોકોને સતાવી રહ્યો છે આ ડર

“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”

iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 6 ફેબ્રુઆરીથી જાણો કઈ 3 રાશિના જાતકોને થશે લાભ તથા શુક્ર અને રાહુ બનાવી રહ્યા છે અપાર ધન યોગ
Next Article ક્રેશ થયા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદી એકઝાટકે રૂ. 21000 મોંઘી થઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ફેક વર્ક ટ્રેન્ડ: કોર્પોરેટ ઓફિસમાં દેખાડો કે સ્માર્ટ સર્વાઇવલ સ્ટ્રેટેજી?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
SCIENCE-TECHNOLOGY

ભારતનું અંતરિક્ષનું સપનું હવે હકીકત બનશે: ગગનયાન માટે IADT-02 ટેસ્ટ સફળ, આવતા વર્ષે 3 ભારતીય જશે અવકાશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
SCIENCE-TECHNOLOGY

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો ક્રેઝ ઘટ્યો! લોકોને સતાવી રહ્યો છે આ ડર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?