સહિયર રાસોત્સવને બિરદાવતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: અપ્રતિમ આયોજન બદલ સુરેન્દ્રસિંહ વાળાને આપ્યા અભિનંદન
કેક કટિંગ કરી લોકગાયિકા અપેક્ષા પંડ્યાના જન્મદિનની ઉજવણી કરાઈ: આયોજકોએ અપેક્ષા પંડ્યાને “હેપ્પી બર્થ ડે” કહ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના સૌથી મોટા અને જાજરમાન સહિયર રાસોત્સવના પાંચમા નોરતે રાત પડીને દિવસ ઉગ્યો હતો. જેના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આખું વર્ષ જેની રાહ જોવાતી હોય તેવા નોરતાની પાંચમી રઢીયાળી રંગત પૂર્ણ થઈ હતી. સહિયર રાસોત્સવમાં યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાલના થનગનાટ સાથે યુવાઓએ ગરબાની રમઝટ માણી હતી. આ મોજીલી રમઝટ રોજે રોજ ક્રેડિટ બુલ્સ પ્રસ્તુત સહિયર રાસોત્સવમાં જામી હતી.
સહીયરને નિહાળવા માટે સમાજના તમામ ક્ષેત્રના લોકો મહેમાન બને છે.. પાંચમા નોરતે રાસની રંગત નિહાળવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. ભરચક મેદાન અને જમાવટ રાસની રંગતને વિજયભાઈએ બિરદાવી સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
સહિયરના આયોજકો દ્વારા વિજયભાઈ રૂપાણીને વિશેષ સન્માન અપાયું હતું સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સાયબર ક્રાઇમ એ.સી.પી. વિશાલ રબારી, ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. વાય. બી. જાડેજા, એસ.ઓ.જી. પી.આઈ જે.ડી. ઝાલા, માલવીયા નગર પો. સ્ટે. પી. આઇ. એ. બી. જાડેજા, જયંતીભાઈ સરધારા, જે. કે. પટેલ વગેરે પરિવાર સાથે સહિયરમાં ઉપસ્થિત રહ્યા હતા
ગરબા કિંગ રાહુલ મહેતાના કંઠે રાસના પ્રથમ રાઉન્ડમાં ખેલૈયાઓ મોજથી ઝૂમી ઉઠ્યા હતા. સહિયરએ પરિવાર છે અને પરિવારમાં પ્રસંગ સૌનો ઉજવાય છે લોકગાયિકા અપેક્ષા પંડ્યાના જન્મદિવસની કેક કટીંગ કરી ઉજવણી કરાઈ હતી ત્યારે સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કૃષ્ણપાલસિંહ વાળા,ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, પ્રકાશભાઈ કણસાગરા એ અપેક્ષા પંડ્યાને શુભકામના પાઠવી હતી ત્યારે એન્કર- સિંગર તેજસ શિશાંગીયાએ હિન્દી અને સંસ્કૃતમાં બર્થ ડેની શુભકામના પાઠવી હતી
પાંચમા નોરતે વિજેતા ખેલૈયાઓને લાખેણા ઈનામો આપી નવાજવામાં આવ્યા હતા. જેમાં ફર્સ્ટ પ્રિન્સેસ તરીકે રોહન રાજપૂત, પ્રિન્સેસ નિરાલી વ્યાસ જ્યારે વેલડ્રેસમાં જય વ્યાસ અને ભાવિશા વેકરીયાને ઈનામો અપાયા હતા. બેસ્ટ કપલ ભાર્ગવ મહેતા અને અમૃતા મહેતાને કૃષ્ણસિંહ જાડેજા તથા ચંદુભા પરમારના હસ્તે ઇનામ અપાયા હતા.
વિજેતાઓને સુખદેવસિંહ જાડેજા તથા દક્ષાબા, દિગ્વિજયસિંહ જાડેજા તથા જમનાબા મહેશ્વરીબા, હેતલબા, આધ્યાબા, પી.આઈ જે.ડી. ઝાલા પરિવાર, પી આઈ વાય. બી. જાડેજા પરિવાર, પી. આઈ. એ. બી. જાડેજા પરિવાર સાગરભાઇ તથા ધરતીબેન ડોડીયા, પ્રકાશભાઈ કણસાગરા રવિરાજસિંહ બી જાડેજા સહદેવસિંહ હેરમા, દીપસિંહ પરમાર, પુષ્પરાજસિંહ ગોહિલ દર્શનસિંહ સરવૈયા શિવમસિંહ ગોહિલ જીતેન્દ્રસિંહ જાડેજા લગધીરસિંહ જાડેજા મેઘરાજસિંહ જાડેજા તથા સહિયર ના નિર્ણાયકો એડવોકેટ અભિષેક શુક્લા હેતલ શુક્લા દિવ્યેશ પટેલ અભિજીત શુક્લા આનંદ શુક્લા, રાજેશ ડાંગર, હાર્દિક પરમાર, કુશલ બુંદેલાના હસ્તે અપાયા હતા. કોન્સોલેશન પ્રાઇસ આધ્યાબા જાડેજા ને તેમની સ્પીચ માટે સુરેન્દ્રસિંહ વાળાના હસ્તે અપાયું હતું જ્યારે કૃષ્ણરાજ ડોડીયાને પ્રોત્સાહક ઇનામ અપાયું હતું. ચંદુભા પરમાર યશપાલસિંહ જાડેજા કૃષ્ણસિંહ જાડેજા તથા સુરેન્દ્રસિંહ વાળા ના હસ્તે બેસ્ટ ગ્રુપનું વિશેષ પ્રાઈઝ “જય દ્વારકાધીશ” ગ્રુપને અપાયું હતું તેમ તેજસ શિશાંગીયાની યાદીમાં જણાવ્યું હતું