By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    3 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    3 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    3 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    3 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    3 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    4 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    5 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    6 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જો ગામના યુવાનો ઈચ્છે તો ગામની શકલ બદલી શકે ! 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > જો ગામના યુવાનો ઈચ્છે તો ગામની શકલ બદલી શકે ! 
AuthorShailesh Sagpariya

જો ગામના યુવાનો ઈચ્છે તો ગામની શકલ બદલી શકે ! 

Khaskhabar Editor
Last updated: 2022/04/23 at 4:45 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE
ગામના વિદ્યાર્થીઓ મોબાઈલમાં અને રખડવામાં પોતાનો સમય બગાડતા હતા એ હવે હાથમાં ચોપડી લઈને વાંચતા થયા 

શૈલવાણી
– શૈલેષ સગપરિયા 

જો ગામના યુવાનો ઈચ્છે તો ગામની સકલ બદલી શકે છે તેની પ્રેરક સત્ય વાત આપ સૌ સાથે વહેંચવી છે. મુન્દ્રા તાલુકામાં વવાર નામનું લગભગ 2000 માણસોની વસ્તી ધરાવતું ગઢવીઓનું એક ગામ છે. માર્ગદર્શનના અભાવને લીધે ગામના યુવાનો અભ્યાસ કરવાને બદલે થોડું ભણીને કોઈ કામે લાગી જાય. ભૂતકાળમાં એક સમય તો એવો હતો કે આ ગામની છાપને કારણે કોઈ પોતાની દીકરી આ ગામમાં આપતા પહેલા સતર વખત વિચાર કરે કારણ કે વ્યસન અને બીજા અનિષ્ટો પણ હતા.

Contents
ગામના વિદ્યાર્થીઓ મોબાઈલમાં અને રખડવામાં પોતાનો સમય બગાડતા હતા એ હવે હાથમાં ચોપડી લઈને વાંચતા થયા શૈલવાણી – શૈલેષ સગપરિયા 

ગામના બે યુવાનો એક કંપનીમાં વોચમેન તરીકે નોકરી કરતા હતા. માણેક ગઢવી માત્ર 9 ધોરણ ભણેલા અને મેઘરાજ ગઢવી વોચમેન તરીકે નોકરી કરતા કરતા ભણતો હતો. અમુક વર્ષો પહેલા જ્યારે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત આવી ત્યારે વોચમેન તરીકે કામ કરતા મેઘરાજ ગઢવીએ ફોર્મ ભર્યું. શારીરિક કસોટી પાસ કરી લીધી પણ લેખિત પરીક્ષા વિશે વધુ જાણકારી નહોતી એટલે તૈયારી કરવા માટે કંપનીમાં રજા મુકીને ગાંધીનગર ગયો. ખૂબ મહેનત કરી અને પરિણામ રૂપે પરીક્ષા પાસ પણ કરી લીધી.

- Advertisement -

વોચમેન મેઘરાજ હવે ખાખી પહેરવા લાગ્યો. ગામના કિશોરો અને યુવાનો પણ વ્યસનમુક્ત બનીને પોતાની કારકિર્દી બનાવે એ માટે ગામમાં કંઈક કરવાનું મેઘરાજ નક્કી કર્યું અને મિત્ર માણેકને આ વાત કરી. બંને મિત્રોએ નક્કી કર્યું કે ગામના દીકરા-દીકરીઓની ઊર્જા ખંડનાત્મક કાર્યમાં નહિ પણ રચનાત્મક કાર્યમાં વપરાય અને એની કારકિર્દી બને એ માટે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગામમાં જ તૈયારી કરાવીએ. સંકલ્પ મોટો હતો પણ એને પૂર્ણ કરવા માટે કોઈ જ સાધન-સામગ્રી નહોતી.

માણેકભાઈએ ભૌતિક સુવિધા ઊભી કરવાની જવાબદારી સ્વીકારી તો વિદ્યાર્થીઓને માહિતી, માર્ગદર્શન, કોચિંગ, પુસ્તકો વગેરે આપવાની જવાબદારી મેઘરાજભાઈએ સંભાળી. ઘણાંને એવું લાગ્યું હશે કે નાના અને સુવિધાઓના અભાવ વાળા ગામમાં આવું કંઇ ન થાય. લોકોની વાતોને કાંઈ ધર્યા વગર જે ગામના એક પણ મકાનને પાકી છત નથી એ ગામમાં આ બંને મિત્રોએ શિક્ષણ સેવા યજ્ઞ શરૂ કર્યો. ખૂબ સંઘર્ષ કરવો પડ્યો અને ઘણું માનસિક કષ્ટ પણ સહન કરવું પડ્યું પણ હિંમત હાર્યા વગર કામ આગળ વધાર્યું. મહેનતનું ફળ પણ મળ્યું અને ગામનાં બીજા ત્રણ યુવાનો પણ સરકારી નોકરીમાં લાગી ગયા. સફળતા મળતાં બંને મિત્રોનો ઉત્સાહ વધ્યો. પછી તો સરકારી સેવામાં લાગેલા વિરામ ગઢવી જેવા બીજા યુવાનો પણ જોડાયા અને એક મંડળ તૈયાર થયું. ઇષ્ટદેવ મોરદાદાના નામથી એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યું. શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પડતી હતી પછી ધીમે ધીમે લોકોનો સપોર્ટ મળવા માંડયો. વિદ્યાર્થીઓ ભણી શકે અને વાંચી શકે એ માટે એક હોલ બનાવ્યો. હાલમાં બેન્ચ, ડિજિટલ સ્ટડી માટે મોટું ટી.વી., પુસ્તકો માટે લાઇબ્રેરી જેવી સુવિધા ઊભી કરી. કચ્છના આ ખારી વિસ્તારમાં ગરમી બહુ પડે એટલે દાતાઓના સહયોગથી બે એ.સી. વસાવીને હોલને વાતાનુકૂલિત કર્યો.

છેક ગાંધીનગરથી નિષ્ણાત ફેકલ્ટીઓ ગામડા સુધી ખેંચી લાવે અને વિદ્યાર્થીઓને એનો લાભ અપાવે. માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા જ નહિ અભ્યાસની બીજી બાબતોમાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે છે. ગામના વિદ્યાર્થીઓ મોબાઈલમાં અને રખડવામાં પોતાનો સમય બગાડતા હતા એ હવે હાથમાં ચોપડી લઈને વાંચતા થયા. ગામનું આખું વાતાવરણ બદલાવા લાગ્યું. હમણાં પોલીસ ભરતી માટે જે પરીક્ષા લેવાઈ એ પરીક્ષામાં નાના એવા આ ગામના 42 દીકરાઓ અને 2 દીકરીઓએ શારીરિક કસોટી પાસ પણ કરી લીધી. હજુ હમણાં જ આવેલા ફોરેસ્ટ વિભાગની ભરતીના પરિણામમાં પણ આ ગામના 4 વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા.

- Advertisement -

જે ગામ એક સમયે ગુનાઓ માટે અને વ્યસન માટે પંકાયેલ હતું એ ગામ શિક્ષણ માટે આસપાસના વિસ્તારમાં પ્રસિદ્ધિ પામ્યું છે. આ ગામના શિક્ષણ સેવા યજ્ઞને જોવા માટે સિનિયર આઇ.એ.એસ., આઇ.પી.એસ. અને ગુજરાત સરકારના અધિકારીઓ પણ આવી ચૂક્યા છે. સાવ સામાન્ય ગણાતા માણસો પણ કેવું અસામાન્ય કામ કરી શકે છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. દરેક ગામમાં જો માણેક અને મેઘરાજ જેવા યુવાનોની ટીમ તૈયાર થયા તો ગામની રોનક બદલી જાય.

You Might Also Like

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત

કાળી ધોળી રંગાવલ્લી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દક્ષિણમુખી મકાનને પણ પરફેક્ટ વાસ્તુ થકી દોષમુક્ત અને પોઝિટિવિટીથી છલોછલ બનાવી શકાય 
Next Article મંત્ર-જાપ આપણા શ્વાસોશ્વાસ સાથે વણાઈ જવો જોઈએ…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Shailesh Sagpariya

આંતરિક સુંદરતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?