જૂનાગઢ ધારાસભ્યની લોકોને અપીલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢ શહેરમાં વિકાસના કામો નબળા ન થાય અને નિયમ પ્રમાણેજ થાય એની તકેદારી આપણે સહુ સાથે મળીને રાખીશું તો કામ પ્રમાણમાં સારા થશે. જો કામો નબળા થતા હોય તો કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવા અને તેની એક નકલ પોતાને મોકલવા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ લોકોને અપીલ કરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું છેકે, હાલ શહેરમાં ઘણા રોડ, ગટરના કામો ચાલુ છે. ઘણા કામો પૂરા પણ થઈ ગયા છે. જેથી છેલ્લા બે વર્ષમાં કોઇપણ વિસ્તાર કે સોસાયટીમાં રોડ બન્યા હોય અને એ રોડ નબળા કામને લીધે તૂટી ગયા હોય તો તેની વિગતવાર લેખીત ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરને કરવી અને તેની એક નકલ ધારાસભ્યને મોકલવી. તેમણે એમ પણ જણાવ્યું છેકે. પોતાની રૂબરૂ મુલાકાતે દરમિયાન જેટલું ધ્યાનમાં આવ્યું છે એ અંગે પોત વહીવટી તંત્રનું ધ્યાન દોરીને સુધારા કરાવીએજ છીએ. પરંતુ દરેક વિસ્તારમાં થયેલા કામો કે ચાલતા કામોની ગુણવત્તા અંગે પોતે માહિતગાર ન પણ હોય. જો લોકો આ રીતે જાણ કરે તો પોતે તંત્રને પત્રથી તેમજ બેઠકો દરમિયાન રજૂઆત કરીને કામોમાં સુધારો લાવી શકે.



