ખાસ-ખબર સંવાદદાતા
નવા રચાયેલા વિપક્ષી જૂથ આઈ.એન.ડી.આઈ.એ (ઇંડીયા)માં રાષ્ટ્રવ્યાપી પ્રસાર ધરાવતા પક્ષ કોંગ્રેસ જ છે, તે સર્વવિદિત છે. તમામ વિપક્ષી દળોમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. તેમ છતાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ’2024ની લોકસભા ચૂંટણી પછી જો વિપક્ષી દળોની સરકાર આવશે, તો પણ વડાપ્રધાન પદ માટે તેને રસ નથી.’ તે સંદર્ભે પોતાના ત્વરિત પ્રતિભાવો આપતા તૃણમૂલ કોંગ્રેસના નેતા શતાબ્દી રોયે કહ્યું હતું કે તે સંયોગોમાં વડાપ્રધાન પદ માટે ’દીદી’ (મમતા બેનર્જી) સૌથી વધુ યોગ્ય વ્યક્તિ છે.
બેંગલુરૂમાં મળેલી દેશના 26 વિપક્ષી દળોની પરિષદ પછી બંગાળનાં વીરભૂમ પહોંચેલા શતાબ્દી રોયે પત્રકારોને આ પ્રમાણે જણાવ્યું હતું. દેશના 26 વિપક્ષોની બેંગલુરૂમાં મળેલી પરિષદ દરમિયાન આપેલા પોતાના વક્તવ્યમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડ્ગેએ આ સાથે તેમ પણ કહ્યું હતું કે વિપક્ષો વચ્ચે રાજ્ય સ્તરે ’મતભેદો’ રહેલા જ છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે અમે તે મતભેદો બહુજન હિતાય એક તરફ મુકી દેવાના છીએ.