આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે, તેણે લોકોના ઘર, બહાર પાર્ક કરેલા વાહનો, ઈલેક્ટ્રીક થાંભલા, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ઘણું નુકસાન પહોંચાડ્યું
મેક્સિકોમાં પેસિફિક મહાસાગરના કિનારે બુધવારે Hurricane Otis વાવાઝોડું 230 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું હતું. જોરદાર પવન અને વરસાદે તેના દરિયાકાંઠાના વિસ્તારોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે, તેણે લોકોના ઘર, બહાર પાર્ક કરેલા વાહનો, ઈલેક્ટ્રીક થાંભલા, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
- Advertisement -
🚨#BREAKING: Daylight footage of the destruction of Acapulco, Mexico from Hurricane #Otis pic.twitter.com/zoWHlFVXgW
— World Source News 24/7 (@Worldsource24) October 25, 2023
- Advertisement -
વાવાઝોડું એટલું જોરદાર હતું કે તેને કાબૂમાં રાખવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. મેક્સીકન સત્તાવાળાઓનું કહેવું છે કે, આટલું જોરદાર ચક્રવાત 1950 પછી આવ્યું હતું તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, અમને તેની તૈયારી કરવાનો સમય પણ નથી મળ્યો કારણ કે, ચક્રવાત તેના ઉત્પત્તિના 12 કલાકની અંદર દરિયાકાંઠે ત્રાટક્યું હતું.
ચક્રવાતની હાલની શું સ્થિતિ ?
મેક્સિકોની સિવિલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આનાથી કેટલા લોકો ઘાયલ થયા છે. કારણ કે હાલમાં તેની સ્પીડ 45 કિમી પ્રતિ કલાક છે. મતલબ કે, છેલ્લા 12 કલાકમાં તેની એવરેજ સ્પીડ 215 કિમી પ્રતિ કલાકથી 130 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે અને હવે તેની સ્પીડ 45 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. પરંતુ આ બધાની વચ્ચે તેણે અન્ય સ્થળોએ ઘણું નુકસાન કર્યું છે. હાલમાં આપત્તિ પ્રભાવિત સ્થળોનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Whoahhh! Jeeeze!! This video really shows how bad the situation is in Acapulco 😭💔
📹 Jorge Martíne#HurricaneOtis #HurracanOtis #Otis #Acapulco #Mexico pic.twitter.com/XboA3EYoCM
— Volcaholic 🌋 (@volcaholic1) October 25, 2023
10 લાખથી વધુ લોકો પ્રભાવિત ?
લગભગ 10 લાખ લોકો એકાપુલ્કોમાં રહે છે જ્યાં Hurricane Otis વાવાઝોડું દરિયાકાંઠે અથડાયું છે. મેક્સિકોનું આ એક મોટું પર્યટન સ્થળ છે જે આ ભયંકર તોફાનથી લગભગ બરબાદ થઈ ગયું છે. અમેરિકી વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પેસિફિક મહાસાગરના પાણીના ગરમ થવાના કારણે આવું બન્યું છે. તેમનું માનવું છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે આવું તોફાન આવ્યું છે. મેક્સિકોના રાષ્ટ્રપતિએ પોતે આવીને મીડિયાને કહ્યું છે કે, આ ચક્રવાત જે વિસ્તારોમાંથી પસાર થયું છે ત્યાં અમે કનેક્શન મેળવી શક્યા નથી. અમે તે વિસ્તારો સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.