કેનેડામાં કેટલીક શ્રેણીઓ માટે ભારત વિઝા સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં એન્ટ્રી વિઝા બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે
ભારત કેનેડામાં કેટલીક શ્રેણીઓ માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, આ આદેશ આજથી જ એટલે કે 26 ઓક્ટોબર 2023થી લાગુ થશે. જે શ્રેણીઓ માટે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે તેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે. ભારતીય હાઈ કમિશન દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
- Advertisement -
નોંધનિય છે કે, આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જોકે સંબંધો હજુ પણ નાજુક તબક્કે છે. પહેલા કેનેડા તરફથી ભારત જનારા પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. આ પછી ભારતે ખાલિસ્તાન સમર્થકોની ધમકીને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જાહેર કરી હતી.
The latest Press Release on resumption of visa service may be seen here.
Entry Visa: https://t.co/doSHFs6ufm
Business Visa: https://t.co/MVW0CbBkio
Medical Visa: https://t.co/ZwEyfoADdG
Conference Visa: https://t.co/KL3cj3yf1r pic.twitter.com/Q0T2JbYWI4
— IndiainToronto (@IndiainToronto) October 25, 2023
- Advertisement -
આ દરમિયાન 21 સપ્ટેમ્બરે કેનેડામાં ભારત માટે વિઝા સેવાઓ પૂરી પાડતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર થોડા સમય માટે આ સુવિધાને સ્થગિત કરી દીધી હતી. BLS ઈન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઓપરેશનલ કારણોસર કેનેડામાં ભારતીય વિઝા સેવાઓ તાત્કાલિક અસરથી એટલે કે 21 સપ્ટેમ્બર 2023 થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.
વિઝા ન આપી શકવા પાછળનું કારણ શું હતું?
કેનેડામાં ભારતીય વિઝા સેવાઓના પોર્ટલ પર એક સૂચના પ્રકાશિત કરવામાં આવી હતી. આમાં ભારતીય મિશનોને સંબોધિત કરતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા આપવાની પ્રક્રિયાને આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકોને અપડેટ માટે વેબસાઇટ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું.