તિસ્તા નદીમાં અચાનક પૂરના કારણે સર્જાયેલ વિનાશમાં અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 22 જવાનો સહિત 103 હજુય લાપતા છે.
સિક્કિમમાં પૂરનો ખતરો હજુ ટળ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે તિસ્તા નદીમાં ફરી પૂર આવી શકે છે. અધિકારીઓએ ગુરુવારે માહિતી આપી હતી કે લ્હોનક સરોવર પર વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂરના કારણે સર્જાયેલ વિનાશમાં અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 103 લોકો લાપતા છે. આર્મી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમોએ તિસ્તા નદીના કેચમેન્ટ વિસ્તારમાં અને ઉત્તર બંગાળના નીચલા ભાગોમાં બીજા દિવસે પણ ગુમ થયેલા લોકોની શોધ ચાલુ રાખી હતી.
- Advertisement -
તિસ્તામાં પૂર ફરી એકવાર તબાહી મચાવી શકે છે
સિક્કિમમાં પૂરના કારણે થયેલી તબાહીને લઈને પ્રશાસને ફરી એકવાર મોટું એલર્ટ જાહેર કર્યું છે. સેટેલાઇટ ડેટાના આધારે એવું માનવામાં આવે છે કે પાણી ઓવરફ્લો થવાને કારણે તળાવ ફાટી શકે છે. જો આમ થશે તો તિસ્તામાં પૂર ફરી એકવાર તબાહી મચાવી શકે છે. સિક્કિમમાં પૂર અને ખરાબ હવામાનને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
SIKKIM FLASH FLOOD STATUS : SEARCH FOR THE MISSING INDIAN ARMY PERSONNEL CONTINUES, ASSISTANCE PROVIDED TO STRANDED TOURISTS AND CIVILIANS
The search for the missing Indian Army persons continues. Meanwhile Indian Army is providing assistance in terms of food, medical aid and… pic.twitter.com/0NrGj0aPFQ
- Advertisement -
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 6, 2023
19નાં મોત, 22 જવાનો સહિત 103 હજુય લાપતા
મુખ્ય સચિવ વી બી પાઠકે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 19 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે ઉત્તર સિક્કિમના લ્હોનક તળાવમાં બુધવારે વહેલી સવારે અચાનક પૂરની દુર્ઘટનામાં 22 જવાન સહિત 103 લોકો ગુમ છે. પડોશી પશ્ચિમ બંગાળની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 19 મૃતદેહોમાંથી ચારની ઓળખ ‘સૈનિકો’ તરીકે કરવામાં આવી છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે તે ચારના મૃતદેહ 22 લાપતા સૈનિકોમાંથી જ છે કે નહીં. આ સાથે જ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુમ થયેલા 22 સૈન્ય કર્મચારીઓની શોધ નીચાણવાળા વિસ્તારો પર કેન્દ્રિત કરવામાં આવી રહી છે કારણ કે એવી સંભાવના છે કે પાણીનો જોરદાર પ્રવાહ તેમને નીચે તરફ લઈ ગયો હોય.
3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલ
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) એ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે આપત્તિ બાદથી 2,011 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 22,034 લોકોને અસર થઈ છે. આ સાથે જ એમને કહ્યું કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અનુમાન મુજબ,વિદેશી નાગરિકો સહિત 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા છે. આ પ્રવાસીઓનું સ્થળાંતર એ પ્રાથમિકતા છે અને તેમને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવશે.
VIDEO | Flash floods, triggered by cloud burst, wreaks havoc in north Sikkim. pic.twitter.com/29zIHJG758
— Press Trust of India (@PTI_News) October 4, 2023
સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે
વિવિધ એજન્સીઓ અને સિક્કિમ સરકારના રાહત અને બચાવ પગલાંની સમીક્ષા કરતા કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમની સુરંગમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધારાની NDRF ટીમો તૈનાત કરવી જોઈએ અને શક્ય તેટલા ઓછા સમયમાં રોડ, ટેલિકોમ અને પાવર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવી જોઈએ.
સિક્કિમની સ્થિતિને લઈ બેઠક
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વમાં નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (NCMC)એ બુધવારે બેઠક કરી અને સિક્કિમની સ્થિતિની સમીક્ષા કરી હતી. સિક્કિમના મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી અને રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે સમિતિને માહિતગાર કર્યા હતા. તેમણે કમિટીને રાહત અને બચાવના પગલાં લેવામાં રાજ્ય સરકારના પ્રયાસો વિશે પણ માહિતી આપી હતી. ગૃહ સચિવે સમિતિને કહ્યું કે કેન્દ્ર સરકાર ઉચ્ચ સ્તરે 24×7 સ્થિતિ પર નજર રાખી રહી છે. ગૃહ મંત્રાલય (MHA)ના બંને કંટ્રોલ રૂમ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.