સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર કુંભથી મેષ રાશિ સુધી, બુધ ધનુ રાશિમાં, શુક્ર મકર/કુંભ રાશિમાં, મંગળ વૃષભ રાશિમાં, ગુરુ મીન રાશિમાં, શનિ કુંભ રાશિમાં, રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે

મેષ (અ, લ, ઈ)
ઘરમાં અને પરિવારજનો સાથે ખર્ચ અને આનંદ પ્રમોદ કરવાનો તબક્કો હજી પણ ચાલુ જ છે. આપ તેને પાત્ર પણ છો. આપના પરિવાર માટે ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચશો. આ સમયેગાળા દરમ્યાન થોડા સંવેદનશીલ પણ બનશો. સગા સંબંધી અને મિત્રવર્ગના જૂનાં સ્મરણો માનસપટ પર ઉભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, પરંતુ તે આપના પર પકડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો અને ભૂલી જાઓ. આ સપ્તાહમાં સોમવારે સંબંધોની બાબતમાં વધારે ગંભીરતાથી ધ્યાન રાખવું પડશે.

વૃષભ (બ, વ, ઉ)
તમે આ અઠડિયે ઘણા વ્યસ્ત રહેશો, પણ આગામી મહિનાનું તમારું રાશિફળ કહે છે કે તમે અંગત અને લાગણીની બાબતોમાં સંડોવાયેલા રહેશો. તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. પ્રવાસ કરશો, પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે.

મિથુન (ક, છ, ઘ)
આપનો આનંદનો અને આરામના સમય સાથે . હવે મહેનત કરી સફળતા તરફ આગળ વધવા પ્રયાસ કરવાનો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જેમના માટે આપ આ બધું જ કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે.

કર્ક (ડ,હ)
ધીરજ અને શાંતિ થી ઓફિસ માટે કે ઘરમાં, સમસ્યા સર્જાય તો લાંબા વાર્તાલાપને અંતે તેનું નિરાકરણ થાય. વ્યક્તિગત, ભાવનાત્મક, કે આર્થિક દૃષ્ટિએ તકલીફ ઉભી ન થાય, તે માટે શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણ નાં કામ સાથે સંકળાયેલા હોવ તો, આપની વિકાસયાત્રામાં સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. જો તમે લોકોને મદદ કરશો તો જ લોકો આપને મદદ કરશે. તેથી તેમની પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો.

સિંહ (મ, ટ)
વ્યક્તિગત, ભાવનાત્મક, અને આર્થિક દૃષ્ટિએ વૃદ્ધિ પામો, વિકસો અને રૂપાંતરિત થાઓ, એવું આ સપ્તાહ જણાય છે. આ વિકાસ બૌદ્ધિક ક્ષેત્રે હોય તેવી પણ શક્યતા છે. જેમ કે મેનેજમેન્ટ કોર્સ, સંશોધન અથવા તમારા વ્યવસાય સાથે સંકળાયેલી નવી જાણકારી, વગેરે. આ વિકાસયાત્રામાં સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણા મહત્ત્વના છે. લોકો આપને મદદ કરશે તેથી તેમની પર વિશ્વાસ મૂકતા શીખો. જીવનમાં યોગ્ય તક યોગ્ય સમયે ઝડપી લેવી. આ અઠવાડિયે તમે આગેળના મહિનાનું આયોજન કરશો અને વિકસિત થશો. મંગળવારે ફાયદો થાય.

કન્યા (પ, ઠ, ણ)
આ સપ્તાહે આપ પ્રવૃત્તિમય રહેશો. તમામ ઇચ્છાઓ પૂરી થશે, પણ તકરાર મા પડશો નહીં .શાંતિ થી રહેવાની જરૂર છે. શું બોલવું અને શું ન બોલવું તે સમજી આગળ વધશો, તો વાંધો નથી… નહીં તો બોલાચાલી પણ ઘણી થશે. નવી નાણાકીય બાબતો હાથ ધરતા ચેતવું, કારણ કે કોઇ આપની સાથે છેતરપિંડી કરી શકે છે. આર્થિક રીતે દુશ્મનો આપને હાનિ પહોંચાડી શકે છે. આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવું. આ અંગે વિચારી ને લીધેલા પગલાં ફાયદાકારક પુરવાર થશે. આપ મોટી સફળતા મેળવી ચૂક્યા છો અને ક્યા સમયે શું બોલવું તે આપ સારી રીતે જાણો છો. ગુરુવારે શેરબજારમાં રોકાણ કરતાં વિચાર કરવો.

તુલા (ર, ત)
આ અઠવાડિયે તમે ઘણી બધી સમૃદ્ધિ અને પુરસ્કાર મેળવશો, ખાસ કરીને આધ્યાત્મિક અને માનસિક વૃદ્ધિ તથા વિકાસ થશે. લોકો પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થશે. તમારી યોજનાઓ, ઉદેશ્યો, ભવિષ્યમાં તમારું સ્થાન.. વગેરે બધું ઉપર કહેલી નજરે જ પરખવામાં આવશે. પ્રવાસની પણ સંભાવના છે. વિકાસની અને પ્રગતિની પ્રક્રિયામાં વિઘ્ન આવશે, પણ હિંમત કરી ચાલુ રાખશો તો, પ્રગતિ તરફ વધવાનો સમયગાળો ચાલુ રહેશે. ખોટા અને સ્વાર્થી લોકો થી બચવું. રચનાત્મકતાનો ઉપયોગ સમાજસેવા અને દાન જેવા કાર્યો માટે કરશો. બુધવારે જૂની ઓળખાણ થી લાભ થાય.

વૃશ્ચિક (ન, ય)
આ સપ્તાહે ક્રિયાશીલતા અને વિકાસ મુખ્ય બાબત બની રહેશે. આપ ફરી જીવનમાં નવા પ્રવાસ માટે તૈયાર થશો જે આધ્યાત્મિક હોઈ શકે તેના કરતાં આર્થિક વધુ હોય શકે છે. આ વખતે આપ અધૂરાં પગલાં નહીં ભરો, કારણ કે આપ આત્મસંતોષની શોધમાં છો. લોકો ઊંડાણપૂર્વક વાત કરશે , કારણ કે જીવન તેનાં ઘણાં પાસાં રજૂ કરતું હોય છે. આપ જેને પ્રિય પાત્ર ગણતા હતા તે વ્યક્તિ, અથવા જેની સાથે જીવન-મરણના કોલ લેવા તૈયાર થયા હતા તેમના અત્યાર સુધી અપ્રસ્તુત પાસાં ઉજાગર થતાં નિકટતામાં ઓછપ વર્તાય. આ બાબતે શનિવારે નિર્ણય ન લેવો.

ધન (ભ, ધ, ફ, ઢ)
કૌટુંબિક અને પારિવારિક બાબતોમાં તમારી સક્રિય ભૂમિકા તથા કામ કરવાની, સરળ અને આગવી શૈલીઓ ઘણી લોકપ્રિય બનશે. લોકો સાથેનો વ્યવહાર વધુ સક્રિય બનશે, તમે તમારા વ્યવહારોમાં અંગત ફાયદો કરતાં સામાજિક મૂલ્યોનું વધારો ધ્યાન રાખશો. જે તમને સહાયકારક નીવડશે અને તમે પ્રેમની લાગણી અનુભવશો, તમારી મહેનત, કાર્યશક્તિ અને આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય. શેરબજાર અને સટ્ટા જેવી ટુંકા સમયમાં પૈસાદાર થવાની વૃત્તિથી બચવું સલાહ ભર્યું છે. મહેનતથી બેંક બેલેન્સમાં વધારો થાય તેવા કામ શુક્રવારે કરવાથી સફળતા મેળવી શકશો.

મકર (ખ, જ)
આ સપ્તાહે આપ સંપૂર્ણ રીતે પારિવારિક બાબતોથી ઘેરાયેલા રહેશો. પરિવાર, સમાજ અને જવાબદારીને કારણે વધારે વ્યસ્ત રહેશો, પણ આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો, તો લોકો આપની ચિંતાઓ અને મુશ્કેલીઓ દૂર કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. આ સમયગાળામાં આપ આધ્યાત્મિક બાબતો તરફ પણ ઢળશો. હકારાત્મક વલણેના કારણે તમે વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકો છો. વેપાર, કે નોકરી ધંધાના કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. મંગળવારે સારા સમાચાર મળી શકે છે.

કુંભ (ગ, સ, શ, ષ)
આ સમયગાળામાં સફળતા મેળવવાના પ્રયાસોમાં આપની ઉપર જવાબદારીઓ, કર્તવ્ય અને ફરજોનો ભાર આવી પડશે, પણ આધ્યાત્મિક બાબતોમાં આપનો વિશ્વાસ અને સ્વજનો માટેનો પ્રેમ, તમારામાં નવા જુસ્સાનો સંચાર કરશે. મુશ્કેલી લાગે તો પણ લાગ્યા રહેવું. જોકે, બાળકો, માતા-પિતા અને સંબંધીઓ, તમને આગળ વધવા પ્રોત્સાહન આપશે. આ અઠવાડિયે, આપની આવકથી ખર્ચ વધી ન જાય તની સંભાળ રાખશો. નહીં તો મુશ્કેલીઓ છતી થશે. પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો, અને આપની આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો.

મીન (દ, ચ, થ, ઝ)
આ સમયગાળામાં તમે તમારી આવડતો, ઊર્જા અને વ્યાવસાયિક ઉપાધીઓ પ્રત્યે જ સમગ્રપણે કેન્દ્રિત રહેશો. ગયા અઠવાડિયાની તમારી સમગ્ર પ્રવૃત્તિઓમાં અચાનક ઊભરો આવે અને તમે તમારી નોકરી વ્યવસાય અને પ્રવૃત્તિઓમાં બમણી ઊર્જાથી જોતરાશો. તમારે જે મેળવવું છે તે માટે તમે તમારાથી બનતું કરી છૂટવા પ્રયત્નો કરશો. ફંડ, લોન, ફાઇનાન્સ, ખરીદી-વેચાણ વગેરે બાબતોમાં પણ ઉછાળો આવે. તમે મોટી જીત માટે દાવ ખેલવામાં આનંદ અનુભવો. પરંતુ હિતશત્રુઓ થી ચેતતા રહેશો તો વાંધો નહીં આવે. ગુરુવારે નવા રોકાણ થી બચવું સલાહ ભર્યું છે.