મનપા અધિકારીની પોલીસ ફરિયાદ બાદ મહિલા હાઇકોર્ટના દ્વારે
મહિલા અને અધિકારીની એક ઑડિયો ક્લિપ વાઇરલ: મનપા અધિકરી અને પીડિત મહિલાનો મુદ્દો ટૉક ઓફ ઘી ટાઉન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ શહેરમાં મનપા એક ઊંચ અધિકારી અને પીડિત મહિલાની વચ્ચે હનીટ્રેપ કે દુષ્કર્મ મામલો શહેરમાં ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે ત્યારે હનીટ્રેપ કે દુષ્કર્મ મામલો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. જેમાં મહાનગર પાલીકાના ઉચ્ચ અધિકારી હનીટ્રેપનો શીકાર બન્યાની પોલીસ ફરિયાદ બી.ડીવીઝનમાં મહિલા સહીત અને અન્ય લોકોની સંડોવણી હોવાનો ગુનો નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી ત્યારે પીડિત મહિલાને દુષ્કર્મ મામલે ન્યાય નહિ મળતા તે તેના વકીલ મારફત હાઇકોર્ટ ન્યાય મંગાવામાં આવી પહોંચી હતી. જયારે મનપા આધિકારી અને પીડિત મહિલાનો આ મામલો હાઇકોર્ટેમાં પહોંચ્યો છે. જૂનાગઢ મહાનગર પાલિકા ઉચ્ચ અધિકારીએ એક મહિલા સામે આયુર્વેદિક દવાના બહાને પોતાના કપડા ઉતરાવી બ્લેક મેઈલ કરીને લાખો રૂપિયા પાડવાનો કારસો રચ્યાની બી.ડિવિઝન પોલીસમાં મહિલા સહીત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે મહિલાએ પણ મનપા અધિકારી સામે પોલીસમાં દુષ્કર્મ આચર્યાની અરજી પોલીસમાં આપી હતી ત્યારે પોલીસે પણ નિવેદન લેવાની તજવીજ કરી હતી પણ મહિલાએ જે રીતે ઑડિયો ક્લિપમાં મનપા અધિકરી સાથે વાતચીત કરે છે.તેમાં સ્પષ્ટ જણાવે છે કે, હું પોલીસને કહી દવ છું કે, હું કામ સબબ હમણાં નહિ આવી શકું અને અમારે વડીલો મારફત સમાધાન ચાલી રહ્યું છે અને 10 લાખની માંગણીની વાતચીત ઑડિયો ક્લિપમાં સામે આવી છે. ઑડિયો ક્લિપની પુષ્ટિ ખાસ-ખબર કરતું નથી.
વાયરલ થયેલી ઑડિયો ક્લિપ ના અંશો..
મહિલા… ફરિયાદી હું છું પોલીસમાં ફરિયાદ મે કરીતી
અધિકારી… બેન હું ડરિગયો મહિનાડીથી હેરાન થાવ છું
મહિલા…નાના કંઈ નું થાય મારે તમારી માથે કેસ કરવો હોત ને તો મને પોલીસ સ્ટેશન માં અત્યારે ફરિયાદ કરવા બોલાવીતી સંભાળજો હમણાં હું તમને રેકોર્ડિંગ મોકલીશ મને બી ડિવિઝન માંથી આવ્યોતો મે કીધું ક ભાઈ તમે મને 10/12 દિવસ ની મુદ્દત આપો હું અત્યારે મારા મમ્મી ના હોસ્પિટલના કામ માં છું અને અમારે વડીલ મારફતે એકબીજા ને સમજૂતી વાત હાલે છે બસ સમજયગ્યું તમને એટલે શું કરવાના છે પોલીસવાળા..હૂતો તમને સુ કવ છું ખબર છે
અધિકારી….હા હા બોલો
મહિલા… મે એમને એમ કીધું મારે 13 તારીખે મારે જો ફરિયાદ કરવી હોય તો હું ફરિયાદ મુજબ ચાલીસ અને જો નિવેદન આપવાનું હસે તો હું નિવેદન આપવા આવિસ તમને આખું રેકોર્ડિંગ મોકલીશ બરોબર
અધિકારી…હા હા
મહિલા…એટલે પોલીસ વાળા મને સુ કીધું ખબર છે કે બેન તું પી આઇ હરે વાત કરીલે અવડીઆ વકીલ મારી અને આ પત્રકાર છેને.વૈશાલી કંગાનગ્રા આ પોલીસ પાસે ગયા છે અત્યારે
મહિલા…સમજાઈ ગયું તમને
અધિકારી…એમ લેલે બોલ
મહિલા…હા ક એની ફરિયાદ કેમ નથી લીધી એમ એની ફરિયાદ લ્યો એટલે બે માથી એકાદા કઈક હલે એટલે હું તમને એમ કવ છું કે જે આ તમે 10.લાખના વહીવટ નું ક્યોકછો ને
અધિકારી…હા હા બોલો
મહિલા…તમે 12તારીખનું ક્યોચોને તો 12તારીખે નું 12 પેલાકરીદયો ને તો ન્યાથી તમારું પતાવી આયા સીધું વકીલ ને..
અધિકારી….હું પૈસાનું એડજેસ્ટ કરવાં નિકડ્યોચું પૈસાનું એડજેસ્ટ કરવાં જ નીકડ્યો છું હું બાપા
મહિલા…હું એમ કવ છું ક કાલ થાય કે પરમ દી થાય તમે મને પૈસા આપો એટલે ન્યા ને ન્યાં પોલીસ સ્ટેશન તમે બારે ઉભાર્યો એટલે હું મારું નિવેદન આપીદવ
અધિકારી…અમે કંઈ કર્યું નથી અને એવું કઈ થ્યું નથી
મહિલા…હા હા બસ એમજ સમજાઈ ગયું
અધિકારી…પછી મને પોલીસ કે કોઈ હેરાન તો નય કરેને
મહિલા…નાના હું છું ને કંઈ નો થાય હું ભેગી જ હોઈશ મારી હાજરી હસે જ તમારે પણ કરવાનું ક આ બેન ને ભેગા રેવાદયો
અધિકારી…પોલીસ ખાતામાં કૈદેજો
મહિલા… હું ત્યાં ચોખ્ખું જ કૈદૈસ ક સાઈન હવે પછી આપણે લખાણ આપિદય 300 રૂપિયાના સ્ટેમ્પ માં તો આ લોકો એટલા તો ભણેલા ગણેલા હોય ને ક પોલીસ નું સ્ટેટમેન્ટ માન્ય રે કે 300 ના સ્ટેમ્પ ઉપર નું લખાણ પોલીસ હું કઈ દઈશ ક આ બાબત માં જિંદગીના આ પ્રશ્ર્ન આવશે નય અને હવે જો કંઈ થશે ને આ બાબત નો પ્રશ્ર્ન ઉદભવસેને તો મને જાણ કરવાની થશે બરોબર ને સાઈબ.
અધિકારી…હાજી હાજી.
મહિલા…કોઈ પણ અધિકારી હવે મને જાણ થાય તો હું સામેવાળા ની સામે નો ઉતરું
અધિકારી…હા બેન હાલો હવે હું 4./4.30 માં રીંગ કરું તમને
મહિલા…હું એમ કવ છું ક બે ત્રણ દિવસ માંજ આ પતાવો એટલે હું પોલીસ માં દયાવું બરોબર આપને 12 તારીખ ની વાટ નથી જોવી આપને એનો ફન આવે ને ત્યારે ચોખુ કઈ દેવાનું ક એના વડીલ મારફતે મારે વાત થઈ છે અને એને ચોક્ખું કીધું..
અધિકારી…એટલે પેલા 10 લાખ અપિદાવ ને તમને ખાનગી??અને આપને બેજ મલી
મહિલા…હા હા બસ આપને બેન ખાનગી મલી ત્રીજું કોઈ નય
મહિલા…વાત કરુને
અધિકારી…હા હા બોલો તો મારે આયા આવિગયા હતા
મહિલા…વૈશાલી કંગાગરા છે ને અની માથે મને વિશ્વાસ નથી આવતો તમે છેને એમ હોય તો હું મારા ભાણિયો છેને વળી એમ થાય કે ક્યાં એકલા લેસિસ ને મળવું તો હું અને લઈને અવિસ બરોબર
અધિકારી…હા હા
મહિલા…અને તમારાં વકીલ ને કેજો કે તમારે જે લખાણ કરવું હોયને
અધિકારી…બપોરે બેન હું લખાણ તમને બચાવી દઈશ બેન લખાણ તમને વચાવિસ
મહિલા… હા બરોબર મને વચાવિદયો અને હું તમતમારે ત્યાં આવીને સહી કરી જઈશ તમારે કરવાનું ક માટે નથી કંઈ કેસ કરવો બરોબર આ બેન ને પૂછી લ્યો એટલે હું સુ કહીશ બરોબર કે માટે પણ કંઈ કેસ નથી કરવો અમારે વડીલ મારફતે સમાધાન થઈ ગયું સમજાઈ ગયું તમને
અધિકારી…હા રેડી રેડી
મહિલા…પછી ભલે બીજા બધાય ડાકલા વગાડ્યા રાખે
અધિકારી…હા પાકું રેડી
મહિલા…અને તમારા વકીલ નું હું મારા વકીલ નું નથી કેરી તમારા વકીલ ને કેજો
અધિકારી…આ હા ઠીક છે
મહિલા… એમના જેઠ સાથે મે વાત કરી લીધી છે બરોબર સમાધાનની
અધિકારી…બરોબર
મહિલા…તમે પૈસા દેવાનું કેસોને સાઈબ એટલે બધા જોવ પછી
અધિકારી…હા સો ટકા
મહિલા…પૈસા સુ નો દયે
અધિકારી…હું બપોરે 4.30 આ કાચું નિવેદન છે ને આ તમને વચાવી દઉ બરોબર
મહિલા… હા હા વચાવી દેજો અને મને બે ત્રણ દિવસ મને પૈસાનું કરી દયો એટલે હું ત્યાં કહી દઈશ મ અમારે વડીલ મારફતે સમજૂતી થઈ ગઇ છે મારે હમણાં કંઈ કરવાનું નથી થાતું પછી હું એમ કંઈ દઈશ કે અમારે એમાં કઈ આગળ વધવાનું આવતું નથી ભવિષ્યમાં કઈ થશે તો એની જવાબદાર હું હોઈશ બોલો એનાથી વધુ શું હોય હવે સાઈબ…



