ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં નવા બિલ્ડીંગનું કામ પૂરું કરી દેવા માટે દિલ્હીથી આદેશ આવી ગયો છે ત્યારે પેસેન્જર્સ માટે પણ નવી સુવિધા ઉભી કરવા સૂચનાઓ આપવામાં આવતા નવા એરપોર્ટ પર પેસેન્જર ને ટર્મિનલ થી એરક્રાફ્ટ સુધી જવા માટે બસનો ઉપયોગ નહીં કરવો પડે કારણ કે ટર્મિનલથી જ સીધી એન્ટ્રી અને એક્ઝિટ પ્લેનમાંથી થઈ જશે.
જેના માટે એરો બ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દિલ્હીની ખાસ કંપ્નીને આ મોબાઈલ કોરીડોર બનાવવા માટેનો ઓર્ડર મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા એરપોર્ટ નું ઉદ્ઘાટન થયા બાદ હાલમાં હંગામી ધોરણે બનાવાયેલા ટર્મિનલ પર અનેક અસુવિધાઓ વચ્ચે પણ પેસેન્જર અવરજવર કરી રહ્યા છે. પેસેન્જરોની મુશ્કેલીઓનો ઝડપથી અંત આવે તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુખ્ય બિલ્ડીંગ નું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને દિલ્હીથી પણ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં નવા બિલ્ડીંગ ની કામગીરી પૂરી કરી લોકાર્પણ કરી દેવા માટેનું અલ્ટીમેટમ આપી દેવાયું છે. ત્રણ માળના બની રહેલા ટર્મિનલ બિલ્ડીંગ પર વચ્ચેનો એક ભાગ જે એરો બ્રિજ માટે ફાળવવામાં આવ્યો છે. જેમાં એક સાથે ચાર એરો બ્રિજ બનશે. મોટા શહેરોના એરપોર્ટ પર એરોબ્રિજની સુવિધા હોય છે જ્યારે નાના એરપોર્ટ પર એરોબ્રિજ જોવા નથી મળતા. જેમાં રાજકોટ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ નો દરજ્જો મળ્યો છે આથી નવી અને અદ્યતન સુવિધા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને મળવાની છે.
સામાન્ય રીતે નાના એરપોર્ટ પર એરક્રાફ્ટ સુધી પહોંચવા માટે એરલાઇન્સ દ્વારા બસની સુવિધા આપવામાં આવતી હોય છે જે ટર્મિનલ થી વિમાન સુધી લઈ જવામાં આવે છે પરંતુ હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર એરોબ્રીજ કે જે ટર્મિનલના સેન્ટરમાં બનાવવામાં આવશે. એકંદરે આ ચાર એરો બ્રિજ ની સુવિધા ને પગલે એક સાથે ચાર એર ક્રાફ્ટ સુધી ગણતરીની મિનિટોમાં પહોંચી જશે.
આ મોબાઈલ કોરીડોર ની સુવિધા રાજકોટને મળવાની છે જેના લીધે ખાસ કરીને પેસેન્જર ને વિમાન સુધી પહોંચવામાં સરળતા અને સમય પણ વધતે એકંદરે જેના લીધે ફલાઈટના માઈલો એટલે સમય બચશે તો રાજકોટમાંથી વધુ ફલાઈટ ઉડાન ભરી શકે.