ઉનાળુ વાવેતર માટે નવી સિંચાઈ, 6000 હેક્ટરથી વધુ જમીનમાં પાકને પૂરતું પાણી
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.30
તાલાલા-વેરાવળ તાલુકાના 20 ગામના ખેડૂતો માટે ઉમરેઠી ગીર ખાતે આવેલ હિરણ-2 ડેમ ઓવરફ્લો થવાથી ખુશીની લહેર દોડી ગઈ. ડેમમાંથી આવતા નવા નીરને વધારવા ખેડૂતો અને ડેમની સિંચાઈ સમિતિના સભ્ય ડી.બી. સોલંકી સહિત અનેક લોકોએ જોડાઈ મહત્ત્વપૂર્ણ કામગીરી કરી.
- Advertisement -
ડેમમાંથી નીકળતા પાણીથી 6000 હેક્ટરથી વધુ જમીનમાં વાવેલા ઉનાળુ પાકને પૂરતું પાણી સમયસર મળે છે. આ ફસલમાં કઠોળ, શેરડી અને બાગાયતી પાકનો સમાવેશ થાય છે. ખેડૂતો માટે હિરણ-2 ડેમ હવે જીવાદોરી સમાન બની ગયો છે, જે ઉનાળાના કપરા દિવસોમાં પણ પાકને પૂરા પ્રમાણમાં પાણીની સુવિધા આપે છે.



