ઉતરાખંડમાં હવામાન શુષ્ક થઈ ગયું છે. તાજેતરમાં કેદારનાથ-બદરીનાથ સહિત ઉંચી પહાડીઓમાં થયેલી હિમવર્ષાથી પર્વતીય ક્ષેત્રોમાં ફડફડતા ઠંડીનો દોર શરુ થઈ ગયો છે, જયારે મેદાની વિસ્તારોમાં પણ ન્યુનતમ પારો ગગડવા લાગ્યો છે. ભારે તડકાને કારણે હાલ દિવસે હળવી ગરમી યથાવત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં આગામી કેટલાક દિવસ હવામાન શુષ્ક રહી શકે છે. ચારધામ સહિત મોટાભાગના પર્વતીય ક્ષેત્રોમાં આંશિક વાદળછાયુ વાતાવરણ છે પરંતુ આખો દિવસ હવામાન શુષ્ક રહ્યું હતું. આગામી કેટલાક દિવસ આવું હવામાન યથાવત રહી શકે છે.
- Advertisement -
જો કે ન્યુનતમ તાપમાનમાં ઘટાડો આવી રહ્યો છે. સવાર-સાંજ ઠંડી વધવાના એંધાણ છે. ઉતર ભારતનાં મોટાભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી ગત અઠવાડીયામાં પણ હવામાન પલ્ટો સર્જાયો હતો અને ઠંડીનો માહોલ ઉભો થયો હતો. હવે ખાસ કરીને ઉતરાખંડમાં ફરી વખત હિમવર્ષા થઈ છે.