પત્રકારત્વ વિશ્ર્વસનીયતાનો પડકાર ભાગ – 2
ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં પત્રકારત્વ પર કેટલાંક જૂજ પુસ્તકો લખાયા છે. જે પુસ્તકો લખાયા છે તે અભ્યાસ અને સંશોધન આધારિત છે. તેમાં મહત્તમ ઈતિહાસ અને તવારીખ જ રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતી ભાષામાં પત્રકારત્વની તત્કાલીન સ્થિતિની સમીક્ષા કરતું ક્યારેક જ કોઈક જ ભાગ્યે જ લખતું હોય છે. પત્રકારત્વના વર્તમાન પડકારો પર એક આખું પુસ્તક તૈયાર કરવાનો વિચાર તો આજ સુધી કોઈને પણ આવ્યો નહતો. છેલ્લા કેટલાંક દસકોમાં પત્રકારત્વની દશા અને દિશા બદલાઈ છે ત્યારે એકવીસમી સદીમાં ગુજરાતી ભાષામાં પત્રકારત્વની વિશ્વસનીયતા પર ચર્ચા વિષયક પુસ્તક પ્રથમવાર બહાર પડ્યું છે. નામ છે – પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર. આ પુસ્તકનો હિન્દી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. પત્રકારત્વના વિવિધ પાસાંઓને ઉજાગર કરતું આ પુસ્તક પત્રકારત્વ સાથે સંકળાયેલા સૌ કોઈએ વાંચવા-વસાવવા જેવું છે ઉપરાંત આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલી વિવિધ બાબતો વિશે ચિંતન-મનન કરવા જેવું છે એટલું જ નહીં આ પુસ્તક ગુજરાતી પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં સમાવવાલાયક છે.
પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકનું સંપાદન અને પ્રકાશન અલકેશ પટેલે કરેલું છે. ખ્યાતનામ પત્રકારોના ક્વોટ્સ-થોટ્સ સાથે 272 પૃષ્ઠ અને 225 રૂ.નું મૂલ્ય ધરાવતું આ પુસ્તક પત્રકારત્વના એ તમામ વિદ્યાર્થીઓને – જેઓ સાચા અર્થમાં સંતુલિત પત્રકારત્વ વિશે જાણવા અને અનુસરવા માગે છે તેમને અર્પણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક મીડિયા સાથે સંકળાયેલા તમામ સારા-નરસા પાસાંઓને ઉજાગર કરનાર છે, લેટેસ્ટ છે – બેસ્ટ છે. પત્રકારત્વની ખાલીખોટી વાતો જ નહીં, નક્કર ઉદાહરણો સાથે વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે.
- Advertisement -
પુસ્તકના પ્રારંભે અલકેશ પટેલે લખ્યું છે કે, ’વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે.’ તો પુસ્તકના અંતિમ પુષ્ઠ પર અલકેશ પટેલે લખ્યું છે કે, ’આ પુસ્તકમાં કોઈ એકતરફી વિચારધારાની તરફેણ કર્યા વિના પત્રકારત્વની વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે – કેવી રીતે – કેટલો – કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે.’
પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તક અંગે વિશેષ પરિચય કે વ્યક્તિગત અભિપ્રાય આપવાની જગ્યાએ અહીં પુસ્તકના વિવિધ લેખક-પત્રકાર દ્વારા રજૂ કરવામાં કેટલાંક વિચારોને જ શબ્દશ: રજૂ કરવાનું પસંદ કર્યું છે. વર્ષોથી વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા ચૌદ જેટલા વરિષ્ઠ પત્રકાર-લેખકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક અને અભ્યાસપૂર્વક પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકના વિષયને ન્યાય આપ્યો છે. પુસ્તકના મૂળ વિષયનું હાર્દ પકડીને રસ-સભર, ધારદાર, સચોટ રજૂઆત કરનારા પ્રથમ સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આગળના ભાગમાં પ્રસ્તુત કર્યા બાદ બાકીના સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આ ભાગમાં.
ભૂલ કબૂલીને પાછા વળવાનો સમય
પત્રકારત્વની મૂળ મુશ્કેલી એ થઈ છે કે મીડિયામાં કાર્યરત 99 ટકા પત્રકારોને, લેખકોને, કોલમિસ્ટને ‘સેક્યુલારિઝમ’ના ખરા અર્થની કાંતો ખબર નથી અથવા ખબર હોય તો તેનો સ્વીકાર કરતી નથી! આ સ્થિતિ ઈસ્લામિક દેશો સિવાય દુનિયાભરના પત્રકારત્વની છે. ઈસ્લામિક દેશોમાં માંડ 0.01 ટકા ટકા પત્રકારો, લેખકો કે કોલમિસ્ટ સેક્યુલારિઝમની વાત કરતા હોય છે અથવા તેના વિશે વાત કરવાનો પ્રયાસ કરતા હોય છે. ઈસ્લામિક દેશોના મીડિયા માટે તો સરિયતનું પાલન કરવાનું અનિવાર્ય હોય છે અને એમ ન કરે તો તેમની શી દશા થાય એ તેઓ જાણતા હોય છે! ખેર, મુદ્દો ઈસ્લામિક દેશોનો નથી. મુદ્દો પત્રકારત્વનો છે. સાચા પત્રકારત્વનો છે. જમણેરી વિચારધારાને અપમાનિત કરીને, જમણેરી વિચારધારાને મજાકનો વિષય બનાવીને જેહાદ અને જેહાદી માનસિકતાનો બચાવ કરવો તેને પત્રકારત્વનું નામ કેવી રીતે મળ્યું એ અંગે કોઈએ વિચાર કર્યો છે કદી? – અલકેશ પટેલ
- Advertisement -
રાષ્ટ્રવાદી પત્રકારત્વ, માત્ર એક કલ્પના કે વાસ્તવિકતા
વર્તમાન સમયમાં પત્રકારત્વની વિશ્વસનીયતા જોખમમાં છે. પત્રકારો ન્યૂઝની સાથે પોતાના વ્યૂઝ પણ જોડી રહ્યા છે. સમાચાર વાંચતા કે જોતા લોકો એ વાતે ગુંચવાઈ જાય છે કે પત્રકાર જે સમાચાર આપી રહ્યો છે એ એના પોતાના અંગત વિચારો કે પછી ખરેખર સમાચાર જ છે, કારણ કે અલગ-અલગ માધ્યમોમાં દર્શાવવામાં આવતા તથ્યો જુદા-જુદા હોય છે. ઘણીવાર તો વિપરિત હોય છે! પત્રકારની ફરજ છે સત્ય દર્શાવવાનું, નહીં કે સત્યને પોતાની માન્યતા મુજબના સત્ય તરીકે દર્શાવવાનું. પત્રકારનું કામ ન્યાયાધીશ બનીને ચુકાદો આપવાનું નથી પણ આજનો પત્રકાર પત્રકારત્વ ઓછું અને ચુકાદો આપતો વધુ થઈ ગયો છે. – કુલદીપ લહેરુ
પત્રકારત્વનું ઓજ: વિશ્ર્વસનીયતા
પત્રકારત્વની સૌથી મોટી જવાબદારી પોતાની વિશ્વસનીયતાને અક્ષુન્ન રાખવાની છે. પત્રકારત્વ માટે ક્યારેક એવા પણ સંજોગો આવે છે કે પોતાનું અસ્તિત્વ ટકાવવું કે વિશ્વસનીયતા? ત્યારે વિશ્વસનીયતાનું ચયન કરનાર પત્રકારત્વ દીર્ઘજીવી બને છે. લાભ, લાલચ, ભય, દબાણ, શેહ, શરમ, મેળાપીપણું એમ વિવિધ સ્થિતિ અને પ્રલોભનો પત્રકારત્વની વિશ્વાસાહતાને હાણ કરનારાં છે. સત્ય એ પત્રકારત્વનો આત્મા કે પ્રાણ છે, વિશ્વસનીયતા એનું ક્લેવર. સંનિષ્ઠા અને સત્યનિષ્ઠા એ એનું વીર્ય-ઓજ છે. આ ગર્ભધાનથી પ્રાણપ્રતિષ્ઠાની પરમ પ્રેરિત પ્રક્રિયા જેવી જ દૈવી રીતિ છે. – જશવંત રાવલ
વિશ્ર્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે
પુસ્તકના પ્રારંભે અલકેશ પટેલે લખ્યું છે કે, ‘વિશ્વસનીયતા ખરીદી શકાતી નથી, મહેનત અને ધીરજથી હાંસલ કરવી પડે છે.’ તો પુસ્તકના અંતિમ પુષ્ઠ પર અલકેશ પટેલે લખ્યું છે કે, ‘આ પુસ્તકમાં કોઈ એકતરફી વિચારધારાની તરફેણ કર્યા વિના પત્રકારત્વની વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે – કેવી રીતે – કેટલો – કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે.’
પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તક અંગે વિશેષ પરિચય કે વ્યક્તિગત અભિપ્રાય આપવાની જગ્યાએ અહીં પુસ્તકના વિવિધ લેખક-પત્રકાર દ્વારા રજૂ કરવામાં કેટલાંક વિચારોને જ શબ્દશ: રજૂ કરવાનું પસંદ કર્યું છે. વર્ષોથી વિવિધ માધ્યમોમાં ફરજ બજાવતા ચૌદ જેટલા વરિષ્ઠ પત્રકાર-લેખકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક અને અભ્યાસપૂર્વક પત્રકારત્વ વિશ્વસનીયતાનો પડકાર પુસ્તકના વિષયને ન્યાય આપ્યો છે. પુસ્તકના મૂળ વિષયનું હાર્દ પકડીને રસ-સભર, ધારદાર, સચોટ રજૂઆત કરનારા પ્રથમ સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આગળના ભાગમાં પ્રસ્તુત કર્યા બાદ બાકીના સાત લેખક-પત્રકારોના ચૂંટેલા અવતરણ આ ભાગમાં.
વધારો : રાજકારણની આ વિષલાળ પત્રકારત્વનેય આભડી ગઈ અને એ એટલી હદે કે મોટાભાગનાં અખબારો કોઈ વ્યક્તિ, જૂથ કે પક્ષની પ્રશસ્તિનો બુંગિયો બની રહ્યાં. ભારતવર્ષની લગભગ નિરક્ષર પણ હૈયાઉલકતવાળી પ્રજા આ પાખંડને પારખી ગઈ, પરિણામે અખબારોની અને અખબારોની સાથે પત્રકારની વિશ્વસનીયતા નષ્ટ થઈ. – ચીમનભાઈ પટેલ
1980માં પ્રકાશિત પુસ્તક ’સાહિત્ય અને પત્રકારત્વ’
સંપાદક: ડો. કુમારપાળ દેસાઈ, પાના નં. 88
સમૂહ માધ્યમો : આશ નિરાશ કે દો રંગો સે
આમ તો માધ્યમોની વાત આવે એટલે આપણી સામે પરંપરાગત પ્રિન્ટ, ઈલેટ્રોનિક અને બ્રોડકાસ્ટ મીડિયા આવે પરંતુ ડિજીટલ ટેકનોલોજીએ બધા સમીકરણો બદલી નાખ્યા છે. હવે લોકો પરંપરાગત માધ્યમો કરતાં પણ વધુ વિવિધ ડિજીટલ મંચનો ઉપયોગ કરે છે. કારણ કે, તેમાં આવતી સામગ્રી લોકોને વ્યસ્ત રાખે છે. કોઈપણ સમાચાર માધ્યમો માટે તેની લોકપ્રિયતાથી વધુ તેની વિશ્વસનીયતા મહત્વની હોય છે. સમાચારોની વિશ્વસનીયતા હજુ સોશિયલ મીડિયા માટે મોટો પ્રશ્ન છે છતાં તે ધીરે-ધીરે મુખ્ય પ્રવાહના સમાચાર માધ્યમોની જગ્યા લેવા આગળ વધી રહ્યું છે. હ ડો. શિરીષ કાશીકર
તંત્રી, સંપાદક અને પ્રકાશક જ જવાબદાર!
કેટલાંક સામયિકો/અખબારોમાં એવી નોંધ (સૂચના) મૂકેલી હોય છે કે આ સામયિકમાં પ્રકાશિત લેખોમાં રજૂ થયેલા વિચારો જે-તે લેખકના વ્યક્તિગત વિચારો છે. એ વિચારો સાથે તંત્રી-સંપાદક-પ્રકાશક સહમત છે જ એમ માનવું નહી. આ વાત બિલકુલ વાજબી કે સ્વીકાર્ય નથી. કારણ કે લેખક પોતાના વિચારો લેખસ્વરૂપે તંત્રી-સંપાદકને મોકલે, પછી તંત્રી-સંપાદક એ વાંચીને એ લેખ પોતાના સામયિકની પોલિસીને અનુરૂપ એ છે કે નહીં એ તપાસે છે. એટલું જ નહીં, એ લખાણમાં કશું વિવાદાસ્પદ હોય, શૈલી નબળી હોય, કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાતથી લખાયેલું હોય તો તંત્રી-સંપાદક એને રિજેક્ટ કરે છે અથવા કચરાટોપલીમાં નાખી દે છે. નબળા, વિવાદાસ્પદ કે કાનૂની રીતે અનુચિત લેખો પોતાના સામયિકમાં પ્રગટ કરતા નથી. કોઈ લેખમાં સામાન્ય વિગતદોષ હોય કે થોડીક ભાષાકીય અશુદ્ધિઓ હોય તો સંપાદક એમાં જરૂરી ફેરફાર પણ કરે છે. આ એમનાં ફરજ અને અધિકાર બંને છે.
ઈનશોર્ટ, લેખકના જે વિચારો સાથે તંત્રી-સંપાદક સંમત હોય એવા જ લેખ કે અન્ય સામગ્રી એ પ્રગટ કરતા હોય છે. શું છાપવું અને શું ન છાપવું એ બાબતે તંત્રી-સંપાદક-પ્રકાશક સંપૂર્ણ સૂઝ-બૂઝ અને જવાબદારીપૂર્ણ અધિકારથી નિર્ણય લેતા હોય છે. એટલે કોઈપણ સામયિક/અખબારમાં મુકાયેલી નોધ : ‘અહીં પ્રકાશિત લેખોમાં રજૂ થયેલા વિચારો જે-તે લેખકના વ્યક્તિગત વિચારો છે. એ વિચારો સાથે તંત્રી-સંપાદક કે પ્રકાશક સહમત છે જ એમ માનવું નહી. માત્ર હાસ્યાસ્પદ અથવા કાનૂની છટકબારીનો વ્યર્થ પ્રયોગ જ ગણાય. ખરી વાત તો એ છે કે, અખબા2/સામયિકમાં પ્રગટ થયેલી દરેક બાબત માટે તંત્રી-સંપાદક અને પ્રકાશક જ સૌથી વધુ જવાબદાર હોય છે. કારણ કે લેખકના સારા કે ખરાબ, સાચા કે ખોટા વિચારને હજારો-લાખો વાચકો સુધી એ જ પહોંચાડે છે. લેખક તો માત્ર એક જ નકલમાં લખે છે, એને હજારો-લાખો નકલોમાં પ્રગટ કરનારની જવાબદારી જ સૌથી વધુ હોય ને! હ રોહિત શાહ
પ્રિન્ટ મીડિયાને હડફેટે લેતું સોશિયલ મીડિયા
રાષ્ટ્રવાદની ઠેકડી ઉડાડતા વર્ગના બીજ રોપાઈ ચૂક્યા છે.. સોશિયલ મીડિયાએ જર્નાલિઝમના સમીકરણો બદલી નાખ્યાં છે. આગામી વર્ષોમાં એવો સમય આવશે કે સોશિયલ મીડિયાનો પ્રભાવ વધશે અને ડિપ્લોમેટીક જર્નાલિઝમને આંખે અંધારા લાવી દેશે. પત્રકારત્વ એક સમયનો ડેરિંગ સાથે સંકળાયેલો વ્યવસાય હતો. બિન્દાસ બોલ, તડફડ, જોયું એવું લખ્યું જેવી કોલમો પોતાના અખબારની પોલિસી પ્રમાણે લખાતી હતી. પત્રકાર જે પીસ લખે તેને અખબારના શેઠ કમ મંત્રી એવી રીતે એડિટ કરે તે લખેલા પીસનું મૂળ હાર્દ ગુમ થઈ ગયું હોય અને કોલમનું નામ ભલે બિન્દાસ હોય પણ તે છપાય ત્યારે સ્પાઈન લેસ બની ગઈ હોય છે.હ સુદર્શન ઉપાધ્યાય
પત્રકારત્વની સ્વતંત્રતાના નામે ખોટા સમાચારોની ’ફેરી’
બનાવટી સમાચારોના ફેલાવાને અટકાવવા માટે જ્યારે ભારત સરકાર દ્વારા ફેક્ટ ચેક યુનિટની હકારાત્મક પહેલ હાથ ધરવામાં આવી તો કેટલાંક જૂથો દ્વારા આ પહેલને ખોટી રીતે રજૂ કરીને તેને ‘પત્રકારત્વની સ્વતંત્રતા ગૂંગળાવવાના’ પ્રયાસ તરીકે તેની ટીકા કરવામાં આવી. પરંતુ મારો સીધો સાદો પ્રશ્ન એ છે કે પત્રકારત્વની સ્વતંત્રતાના અંચળા હેઠળ બનાવટી ખોટા સમાચારોની ઘેર ઘેર થતી ફેરી એ શું યોગ્ય છે? અને ખૂબ સરળ જવાબ એ છે કે, ’ના તે ક્યારેય ના હોઈ શકે.’ હ પ્રકાશ જાવડેકર


