પંજાબ-હરિયાણા હાઇકોર્ટે ખેડૂતોના પ્રદર્શનની રીતને વાંધાજનક ગણતા કહ્યું કે, મોટર વાહન અધિનિયમ હેઠળ રાજમાર્ગ પર ટ્રેકટર- ટ્રોલિઓનો ઉપયોગ નહીં કરી શકે, પરંતુ ખેડૂત એના પર અમૃતસરથી દિલ્હી સુધી પ્રવાસ કરી શકે છે. બધા પોતાના અધિકારો વિશે જાણે છે, પરંતુ સંવૈધાનિક રીતે કર્તવ્ય પણ છે. તેમને ભૂલવા ન જોઇએ. હાઇકોર્ટે પંજાબ સરકાર પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે, પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં કેમ એકઠા થયા છે, પંજાબ સરકાર સુનિશ્ચિત કરે કે લોકો મોટી સંખ્યામાં ભેગા ના થાય. જયારે હરિયાણા સરકાર ખેડૂત આંદોલનને લઇને ફરી હાઇકોર્ટ પહોંચી છએ. શંભુ અને ખનૌરી બોર્ડર પર મોટી સંખ્યામાં મોડિફાઇ કરેલા ટ્રેકટર-ટ્રોલિઓને એકઠા ના કરવાની વિનંતી કરવામાં આવી છે.
#WATCH | On farmer leaders rejecting the Government's proposal over MSP, Union Agriculture Minister Arjun Munda says, "We want to do good and several opinions can be given for doing so, as we always welcome good opinions… But to find a way on how that opinion will be fruitful,… pic.twitter.com/HootxhLeVq
- Advertisement -
— ANI (@ANI) February 21, 2024
હાઇકોર્ટે પ્રદર્શનકારીઓને દિલ્હી આગળ વધવામાં હરિયાણા સરકારની અવરોધક કાર્યવાહીને પડકાર આપનારી અરજી પર સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી. કોર્ટે આવનારી સુનાવણી પર કેન્દ્રને ખેડૂતો સાથેની વાતચીતના પરિણામ તેમજ વર્તમાન સ્થિતિ પર રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. અરજીમાં જણાવ્યું છે કે, હરિયાણા સરકારે સીમા સીલ કરવાની સાથે કેટલાય જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી દીધી છે. પ્રદર્શનકારીઓ પર રબર પૈલેટ, આંસુ બોમ્બનો ઉપયોગ કરી રહી છે. જ્યારે, સંયુક્ત ખેડૂત મોર્ચાના નેતા સરવણ સિંહ પંધેરે માંગણી કરી છે કે, સરકાર એક દિવસનું સંસદ સત્ર બોલાવીને એમએસપી ગેરંટી બીલ પાસ કરે..
- Advertisement -
હાઇકોર્ટે ચેતવણી આપી કે, હરિયાણા સરકાર હજુ પણ સાવધ થઇ જાય અને સમાધાન શોધવાનો પ્રયત્ન કરે. હજુ ફક્ત પંજાબના ખેડૂતો છે, કાલે હરિયાણાના ખેડૂતો સામેલ થશ તે પરિસ્થિતિ ગંભીર બની જશે. રાજ્ય અલગ છે, તે શું થયું, છેલ્લે તો દેશના તમામ ખેડૂતો ભાઇ તો છે જ.
"All this can be ended if Centre makes a law on MSP": Farmers' leader Sarwan Singh Pandher
Read @ANI Story | https://t.co/6rVLWQGYLd#SarwanSinghPandher #Farmersprotst #MSP #CentralGovernment pic.twitter.com/yS1uvyE1K5
— ANI Digital (@ani_digital) February 21, 2024
આજે દિલ્હી તરફ ખેડૂતો આગળ વધશે
એમએસપી ગેરંટી પર કેન્દ્રના પ્રસ્તાવને નકાર્યા પછી સંયુક્ત ખેડૂત મોર્ચાના નેતૃત્વમાં ખેડૂત આજ રોજ સવારે 11 વાગ્યાથી દિલ્હી તરફ આગળ વધશે. જેના માટે તેઓ સીમા પર બુલડોઝર, હાઇડ્રોલિક ક્રેન, બુલેટપ્રુફ પોકલેન જેવા ભારે મશીનોની સાથે આગળ વધશે. આંસુ ગોળાથી બચવા માટે મોટી સંખ્યામાં માસ્કનો ઉપયોગ કરશે.
હરિયાણા સરકાર હાઇકોર્ટ પહોંચી
હરિયાણા સરકાર ખેડૂત આંદોલનને લઇને ફરી હાઇકોર્ટે પહોંચી છે. શંભૂ અને ખનૌરી બોર્ડેર પર મોટી સંખ્યામાં મોડિફાઇ કરેલા ટ્રેકટરો અને ટ્રોલિઓને ભેગા ના થવાની વિનંતી કરી છે. સરકારે કહ્યું કે, તેઓ કાયદા વ્યવસ્થા માટે મોટો ખતરો છે. પંજાબ સરકાર આના પર કાર્યવાહી કરશે અને તેને ત્યાં જ રોકે. જો કે, હાઇકોર્ટે આ બાબાત પર તાત્કાલિક સુનાવણી કરવાની મનાઇ ફરમાવી દીધી છે.