-વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તે મેચમાં પણ તે માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યો હતો
ભારતમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ તરફ હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવશે.
- Advertisement -
નોંધનીય છે કે, વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તે મેચમાં પણ તે માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ મેચમાં તેના વિના રમી છે. હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે પુનર્વસન માટે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો.
India's star all-rounder to miss the remainder of #CWC23.
Details 👇https://t.co/oE1Fh9e5hG
- Advertisement -
— ICC (@ICC) November 4, 2023
ICCએ હાર્દિકને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાની પુષ્ટિ કરી છે. ભારતે હાલમાં લીગ રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાનો સામનો 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે થશે. ભારતીય ટીમ પણ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.