પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા અને હાલ બંને તરફથી ભારે ગોળીબાર ચાલુ, જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા.
આતંકવાદનો પોષક દેશ પાકિસ્તાન હવે ખુદ આતંકવાદનો શિકાર બન્યો છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ પાકિસ્તાની એરફોર્સ બેઝ પર હુમલો કર્યો છે. પંજાબના મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા છે. બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એરબેઝની અંદર જોરદાર જ્વાળાઓ દેખાઈ રહી છે.
- Advertisement -
Multiple Pakistani journalists report and videos emerge where reportedly unknown gunmen have stormed a Pakistani Airforce training base in Mianwali, inflicting casualties. More details are awaited. pic.twitter.com/krvyXtG9Hg
— ANI (@ANI) November 4, 2023
- Advertisement -
પાકિસ્તાનમાં આતંકીઓએ એરફોર્સ બેઝ પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આત્મઘાતી હુમલાખોરો સીડીઓ દ્વારા ત્યાં પ્રવેશ્યા અને પછી હુમલો શરૂ કર્યો અને અનેક બોમ્બ વિસ્ફોટ પણ કર્યા. આત્મઘાતી બોમ્બર વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલુ છે. હજુ સુધી પાકિસ્તાની સેનાએ આ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. હાલમાં વિગતવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
#UPDATE | Three militants killed in response to attack, three others active in air base attack. Air Force Base attacked by militants in Central Pakistan. Three aircraft, fuelling tanker damaged in attack: Reuters cites Pakistan military
— ANI (@ANI) November 4, 2023
નોંધનીય છે કે, મિયાંવાલી એ જ એરબેઝ છે કે, જ્યાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો. આટલું જ નહીં પ્રદર્શનકારીઓએ એરબેઝની બહાર એક એરક્રાફ્ટના સ્ટ્રક્ચરને પણ આગ લગાવી દીધી હતી.