ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈ વચ્ચે ભારતે હેંગ ગ્લાઈડરના ઉપયોગને લઈને નિયમો કડક બનાવ્યા છે. હવે, જો હેંગ ગ્લાઈડરને પરવાનગી વગર ઉડાડવામાં આવે તો તેને તોડી પાડવામાં આવશે . ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં ડીજીસીએએ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને હેંગ ગ્લાઈડિંગના નિયમોને કડક બનાવ્યા છે.હવે ભારતમાં હેંગ ગ્લાઈડર ઉડાડવા માટે ડીજીસીએની પરવાનગી લેવી પડશે. પરવાનગી વગર તેનું વેચાણ કરી શકાશે નહીં અને જો કોઈ આમ કરશે તો દુકાન બંધ કરી દેવામાં આવશે. આ સાથે, હેંગ ગ્લાઈડર્સ પાઇલોટ્સે તમામ માપદંડોને પૂર્ણ કરવા પડશે અને લાઇસન્સની આવશ્યકતાઓને પણ પૂર્ણ કરવી પડશે. હમાસના હુમલા બાદ આ પગલાં લેવામાં આવી રહ્યા છે કારણ કે હમાસ પણ હેંગ ગ્લાઈડરનો ઉપયોગ કરે છે.
હેંગ- ગ્લાઈડર શું છે?
હેંગ ગ્લાઈડર્સ એન્જિન વગર હળવા ઉડતા મશીન તરીકે કામ કરે છે. આ સામાન્ય રીતે સરળ, ત્રિકોણ આકારની પાંખો પર આરામ કરીને લોકોને હવામાં ધકેલે છે. તે પાઇલટને એક ફ્રેમ દ્વારા સ્થાને રાખે છે. ઉપર, નીચે અથવા બાજુથી બાજુમાં જવા માટે પાયલોટ તેના શરીરને ખસેડે છે અને કંટ્રોલ પેનલનો ઉપયોગ કરે છે.તે રોમાંચની અનુભૂતિ કરવાની એક રીત છે જેમાં વ્યક્તિ ઉડવાના વ્યક્ત રોમાંચનો અનુભવ કરે છે. લોકો આને ખૂબ જ મનોરંજક અને સાહસિક શોખ તરીકે કરે છે. આવી ફ્લાઈટ્સ આકાશમાંથી પહાડી વિસ્તારો અને સુંદર કુદરતી સ્થળો જોવાનો અનુભવ આપે છે.
- Advertisement -
DGCAની પરવાનગી બાદ જ વેચાણ કે ખરીદી કરી શકશે
આ નિયમોમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે પાવર્ડ હેંગ ગ્લાઈડર DGCA દ્વારા જાહેર કરાયેલા પ્રમાણપત્ર રજૂ કર્યા વગર કોઈપણ વ્યક્તિ અથવા પેઢીને વેચી કે સ્કેપમાં આપી શકાશે નહીં. DGCA ગૃહ મંત્રાલય તરફથી (Ministry of Home Affairs) હેંગ ગ્લાઈડર ખરીદનારની તપાસ કર્યા બાદ જ વેચવા અથવા સ્ક્રેપ કરવા (sell or scrap) માટે માલિકને પ્રમાણપત્ર ઈશ્યું કરશે. આ ઉપરાંત નિયમોમાં કહેવામાં આવ્યુ છે કે હેંગ ગ્લાઈડર ખરીદવા અથવા બનાવવાની ઈચ્છા ધરાવતી કોઈપણ વ્યક્તિ અથવા પેઢીએ DGCA દ્વારા ગૃહ મંત્રાલય પાસેથી સુરક્ષા મંજૂરી મેળવવી પડશે. આ સિવાય તેઓએ ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલી સુરક્ષા જરૂરિયાતોનું પાલન કરવું પડશે.