સોરઠમાં હર્ષો ઉલ્લાસ સાથે મીઠાઈ, ફટાકડા ફોડી દિવાળી જેવી ઉજવણી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ચંદ્રયાન મિશન-3નું સફળતાપૂર્વક લેન્ડિંગ થતા જૂનાગઢ સહીત ગીર સોમનાથમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ફટાકડા ફોડી મીઠા મોઢા કરાવ્યા હતા અને દેશની ગૌરવ પન ક્ષણ ને હર્ષો ઉલ્લાસ સાથે વધામણાં કર્યા હતા તેની સાથે સોરઠના ધર્મ સ્થાનો સંતોએ આ ક્ષણની ઉજવણી કરી હતી જેમાં ભવનાથ સ્થિત આવેલ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે દેશભક્ત સંત શ્રી ઇન્દ્રભારતી બાપુ દ્વારા ગિરનાર મંડળના સાધુ સંતોની હાજરીમાં આશ્રમ ખાતે ફટાકડા ફોડી મીઠું મોઢું કરાવ્યા હતા અને મિશન ચંદ્રયાનને સફળતા અર્થે ઉજવણી કરાઈ હતી આશ્રમ ખાતે દિવાળી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો ત્યારે દેશભક્તિને રંગે રંગાઈને સાધુ સંતો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.ભારત દેશનો ડંકો દુનિયા ભરમાં વાગતા જૂનાગઢ ભાજપ દ્વારા કાળવા ચોક ખાતે દેશની આન બાન શાન એવાં તિરંગા સાથે મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા ચંદ્રયાન-3 સફળ લેન્ડીગ ની ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રયાનની સફળતા માટે સોમનાથ ટ્રસ્ટ અને સોમપુરા બ્રાહ્મણ દ્વારા મંત્રોચાર સાથે વિશેષ પૂજા કરવામાં આવી હતી અને ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ ઉતરાયણ થતા સોમનાથ મંદિરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ ક્ષણને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશ જયારે ખુશી મનાવતો હતો ત્યારે સોરઠના શાળા કોલેજ સહીત ધર્મસ્થાનો સાથે તમામ નાગરિકો આ ક્ષણ ના સહભાગી થયા હતા.