લાંબા સમય સુધી પાવડરનું સેવન હાડકાને અસર કરી શકે: મેવા, શાકભાજી, ફળો, દૂધમાંથી પણ કેલેરી લેવી જોઇએ
જીમમાં ફીટનેસ, ડયેટની ઘેલછા વચ્ચે ICMRએ સંશોધિત આહાર દિશાનિર્દેશ જાહેર કરતા ભારતીયોને સ્વાસ્થ્ય અને ડાયટ સાથે જોડાયેલી એક ચેતવણી આપી છે. ICMRએ પોતાના આ હેલ્થ એલર્ટમાં જીમ જતા લોકોને શારીરિક રીતે ફીટ રહેવા માટે ઉપયોગમાં લેવાતા પ્રોટીન સપ્લીમેન્ટના સેવન ન કરવાનો આગ્રહ કર્યો છે. એટલું જ નહીં સારા સ્વાસ્થ્ય માટે ભારતીયોને મીઠું અને ખાંડને પણ સીમિત પ્રમાણમાં જ સેવન કરવાની સાથે ખાદ્ય લેબલ પર લખેલી જાણકારી વાંચવાનો પણ આગ્રહ કર્યો છે.
- Advertisement -
17 પ્રકારના દિશાનિર્દેશ
હૈદરાબાદ સ્થિત NINએ બુધવારે ભારતીય માટે જરુરી પોષક તત્વોની જરૂરિયાતોને પૂરાં કરવા અને એનસીડીને રોકવા સંબંધી સંશોધિત દિશાનિર્દેશ જાહેર કર્યા. આરોગ્ય સાથે જોડાયેલા આ દિશા-નિર્દેશોને ICMR-NINના ડિરેક્ટર ડો. હેમલતા આરના નેતૃત્વમાં વિશેષજ્ઞોની એક સમિતિ દ્વારા તૈયાર કરાયા છે. જેમાં 17 પ્રકારના દિશાનિર્દેશ અંગે વાત કરવામાં આવી છે.
પ્રોટીના પાવડરના સાઈડ ઈફેક્ટ
આ દિશાનિર્દેશોમાં NINએ કહ્યું કે, લાંબા સમય સુધી પ્રોટીન પાવડરનો વધારે પડતું સેવક કે હાઈ પ્રોટીનનું સેવન કરવાથી વ્યક્તિના બોન હેલ્થ પ્રભાવિત થઈ શકે છે. આવું કરવાથી હાડકાંમાં ખનિજની ઉણપની સાથે કિડની પર સંભવિત ખતરો થઈ શકે છે.
ખાંડનો ઉપયોગ
આ દિશાનિર્દેશમાં એમ પણ જણાવાયું છે કે ખાંડનું સેવન કુલ ઊર્જા સેવનના પાંચ ટકાથી ઓછું કરવું જોઈએ તથા સંતુલિત આહારમાં અનાજ તથા મિલેટ અનાજથી 45 ટકા તથા દાળ, ફળો તથા માંસના 15 ટકાથી વધુ કેલેરી ન લેવી જોઈએ. દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે બાકીની કેલેરી મેવા, શાકભાજી, ફળો અને દૂધમાંથી લેવી જોઈએ. તેમાં કહેવાયું છે કે રોજ 30 ટકા ઊર્જા કે તેથી ઓછું કે તેટલું જ સેવન કરવું જોઈએ.
- Advertisement -
અનાજ પર અધિક નિર્ભર
NINએ કહ્યું કે દાળ અને માંસની સીમિત ઉપલબ્ધતા તથા ઉચ્ચ ખર્ચાને કારણે ભારતીય વસતિનો એક મહત્વપૂર્ણ વિસ્તાર અનાજ પર વધુ નિર્ભર છે અને તેના પરિણામસ્વરુપ આવશ્યક મહત્વપૂર્ણ પોષક તત્વો જેમકે જરુરી એમીનો એડિ અને આવશ્યક ફેટી એસિડ તથા સૂક્ષ્મ પોષક તત્વોનું સેવન ઓછું થાય છે.
પોષક તત્વોની ઉણપથી થતું નુકસાન
ડાયટમાં જરૂરી પોષક તત્વોની ઉણપ પચવાની પ્રક્રિયાને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે વ્યક્તિમાં ઓછી ઉંમરે ઈન્સ્યુલિન પ્રતિરોધ તથા સંબંધિત વિકારનો ખતરો વધી શકે છે. એક અભ્યાસથી સામે આવ્યું છે કે ભારતમાં કુલ બીમારીઓના 56.4 ટકા લોકો આવશ્યક આહારના કારણે છે.
સ્વસ્થ આહાર અને શારીરિક પ્રવૃત્તિથી કોરોનરી હ્રદય રોગ (સીએચડી) તથા હાઈ બ્લડપ્રેશર (એચટીએન)નો ખતરો ઘણી હદે ઘટી શકે છે અને ટાઈપ 2 ડાયાબિટીશને 80 ટકા સુધી રોકી શકાય છે. NINએ કહ્યું, સ્વસ્થ જીવનશૈલી અપનાવીને સમય પહેલા થનારા મોતને ટાળી શકાય છે.